Junagadh,તા.06
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ આગામી તારીખ ૮ માર્ચ ના રોજ ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે મુલાકાત લેશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના જુનાગઢ જિલ્લાના આગામી તારીખ ૮ માર્ચના સંભવત પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ખાતે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયના અધ્યક્ષ સ્થાને એસપી. ભગીરથસિંહ જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારી અને જરૂરી બંદોબસ્ત અંગે બેઠક યોજાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ચાપરડા ખાતે શૈક્ષણિક પ્રકલ્પોના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહુર્તના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.