Political masterstroke : ચૂંટણીવાળા રાજયો માટે 15 ઓગસ્ટે મોટા એલાન

Share:

બિહાર – આંધ્રપ્રદેશને સાચવી લીધા બાદ હવે વિધાનસભા ચૂંટણી ધરાવતા મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ જેવા રાજયો માટે સ્વાતંત્ર્ય દિને ખાસ પેકેજ આપવાની રણનીતિ

New Delhi,તા.24
કેન્દ્રની મોદી સરકાર 3.0 ના પ્રથમ સામાન્ય બજેટમાં ગઠબંધન સરકારની છાપ સ્પષ્ટ રીતે જોવા મળી છે.સરકારે બજેટથી ન માત્ર પોતાના ગઠબંધનને મજબુત કર્યું છે.બલકે પોતાના સમર્થક વર્ગને પણ સાવધાની પૂરી કરવાની કોશીશ કરી છે. જોકે આ બધાની વચ્ચે આગામી વિધાનસભા ચૂંટણીવાળા રાજયોની વધુ ચિંતા નથી જોવા મળી.

ખાસ કરીને મહારાષ્ટ્ર અને અને હરીયાણાનો બજેટમાં ઉલ્લેખ નથી થઈ શકયો. અલબત ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરનું નામ તો આવ્યું પણ ચૂંટણીની દ્રષ્ટિએ તેને લોભાવવાની કોશીશ નથી કરાઈ. બજેટ પર લોકસભા ચૂંટણીના પરિણામોની અસર તો જોવા મળી પરંતુ આવનારી ચાર વિધાનસભા ચૂંટણીને લઈને વધુ કંઈ જોવા મળ્યુ.

આથી તાત્કાલીક રીતે આ રાજયોની રાજનીતિ પર અસર પડી શકે છે. ત્રણ મહિના પછી મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે.સામાન્ય બજેટમાં આ રાજયોને લઈને અલગથી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. જેવી રીતે બિહાર અને આંધ્રપ્રદેશ માટે કરાઈ છે.ભાજપ આ રાજયોમાં જનતા વચ્ચે વધુ કાંઈ કહેવાની સ્થિતિમાં નહીં રહે.

ગઠબંધનને સાધવામાં ભાજપની આ પ્રકારની મુશ્કેલી છે પણ 6 મહિના બાદ ફરી બજેટ આવવાનું છે.ત્યારે બની શકે કે ભાજપ પોતાની રાજનીતિનાં હિસાબે કેટલીક નવી જાહેરાતોને લઈને આવે.

આગામી ચૂંટણીનું લઈને સૌની નજર નાણામંત્રીનાં ભાષણ પર હતી. તેમાં મહારાષ્ટ્ર કે હરિયાણાનો ઉલ્લેખ જ નહોતો થયો.ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરને વધુ કંઈ નથી મળ્યું.ઝારખંડ માત્ર સરકારની પૂર્વોદય યોજનાનો ભાગ બન્યો તો જમ્મુ-કાશ્મીરને પોતાની વિશેષ પરિસ્થિતિઓને લઈને સુરક્ષા જરૂરત કરતા વધુ મળી છે.

પરંતુ એટલી પણ નહિં કે તેને ચૂંટણી દ્રષ્ટિએ ખાસ માનવામાં આવે.સ્વાતંત્ર્ય દિન પર્વે વડાપ્રધાન મોદી જયારે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે ત્યારે પણ કેટલીક નવી જાહેરાતો થઈ શકે છે.જેમાં ચૂંટણી રાજયોનું ધ્યાન રાખી શકાય.

 સરકારની મજબૂતીને પ્રાથમિકતા 
બજેટમાં ભાજપે ગઠબંધનની ગાંઠ મજબુત કરી છે.બન્ને મુખ્ય સહયોગી દળો કે જે કેન્દ્ર સરકારની મજબુતી માટે ખૂબ જ મહત્વના છે. જદયુ અને ટીડીપી આ બજેટથી ખુશ થશે.કારણ કે તેમને તેમની સતાવાળા રાજયોમાં સૌથી વધુ મળ્યું છે.ભાજપના શાસનવાળા અનેક રાજયોએ નિરાશ થવુ પડયું.

વડાપ્રધાન મોદી માટે પોતાના ત્રીજા કાર્યકાળનું પહેલુ બજેટ ઘણુ પડકારજનક હતું.કારણ કે આ વખતે ભાજપની પોતાની બહુમતી નહોતી અને તે સહયોગીઓના સહારે જ બહુમતી હાંસલ કરી શકયુ હતું. તેમાં બિહાર અને આંધ્રપ્રદેશમાં ગઠબંધન સહયોગી સતારૂઢ જદયુ અને ટીડીપી મુખ્ય હતા.

 વડીલોને આ વખતે બજેટમાં નિરાશા મળી 
વડીલોને આ વખતે નિરાશા સાંપડી.કારણ કે તેમને આશા હતી કે બધા સિનિયર સિટીઝનોને આયુષ્યમાન યોજનામાં સામેલ કરવામાં આવી શકે છે. મધ્યમ વર્ગ અને નોકરીયાત લોકોને આકર્ષવા સરકારે નવી કર સિસ્ટમમાં કેટલાંક ફેરફાર તો કર્યા છે પણ મોટા લાભની સંભાવના નથી બની. સરકારનું લક્ષ્ય વિકસીત ભારતના લક્ષ્યને હાંસલ કરવાનુ રહ્યું જેથી એ ક્ષેત્રમાં વધુ ફાળવણી કરાઈ.

 ભવિષ્યની રણનીતિ 
બજેટનું મહત્વનું પાસુ એ રહ્યું કે ભાજપે પોતાના ભવિષ્યની રણનીતિ અંતર્ગત જે ચાર જાતિઓનો ઉલ્લેખ કરીને લોકસભાનો ચૂંટણી જંગ લડયો હતો. તેના પર તેનું ફોકસ યથાવત રહ્યું તેમાં ખેડુત, મહિલા, યુવા, અને ગરીબ સામેલ છે.

ભાજપનું માનવુ છે કે, તેની વિભિન્ન યોજનાઓનાં લાભાર્થીઓ સુધી તે લોકસભા ચૂંટણીમાં પુરી રીતે પહોંચી નથી શકી, જેથી તેને એટલો લાભ નથી મળ્યો જેટલો મળવો જોઈએ.આ કારણ છે કે ગરીબ, ખેડુત, યુવાન અને મહિલાઓને મજબૂત કરવામાં કોઈ કસર ભાજપ નહિં છોડે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *