Morbi માં ચોરીને અંજામ આપે તે પૂર્વે આંતરરાજ્ય શીકલીગર ગેંગના ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા

Share:

Morbi,તા.15

આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી શીકલીગર ગેંગના ત્રણ આરોપીઓને મોરબી વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપે તે પૂર્વે મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Morbi એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રણછોડનગર ખાતેથી શીકલીગર ગેન્ગના ત્રણ સભ્યો શંકાસ્પદ હાલતમાં મળી આવતા વિશેષ પૂછપરછ માટે એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી જે ત્રણેય ઈસમો મધ્યપ્રદેશ રાજ્યના વતની હોવાનું અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું જે ત્રણેય ઇસમોએ મધ્યપ્રદેશ, દિલ્હી, છતીસગઢ અને ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યા હોવાનું અને અમુક ગુનામાં નાસતા ફરતા હોવાનું ખુલ્યું હતું દિવસના સમયે રેકી કરી બંધ મકાનને રાત્રીના સમયે નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હતા

અને મોરબી રણછોડનગર વિસ્તારમાં ચોરી કરવાના હોવાની કબુલાત આપી હતી જેથી ચોરીને અંજામ આપે તે પૂર્વે એલસીબી ટીમે આરોપી સમીતસિંહ સોનારસિંગ ટકરાના, હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા અને બલવીરસિંગ પ્રેમસિંગ કલાની રહે ત્રણેય મધ્યપ્રદેશ વાળાને ઝડપી લઈને મધ્યપ્રદેશ રાજ્યના ઇન્દોર પોલીસનો સંપર્ક કર્યો છે

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *