Dhrol:વિદ્યાર્થિનીઓ ને માર મારવાના પ્રકરણ માં અદાલતમાં ફરિયાદ થતાં પોલીસ તપાસ નો આદેશ

Share:
Jamnagar,તા. 26
  જામનગર જિલ્લા ના ધ્રોળ ની  જી.એમ. પટેલ કન્યા છાત્રાલય માં પ્રવેશ કરી વિદ્યાર્થિની ને માર મારી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપવાના ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા પ્રકરણમાં કડવા પટેલ કેળવણી મંડળે જી.એમ. પટેલ કેમ્પસ ના મદદનીશ કેમ્પસ ડાયરેક્ટર જેન્તિભાઈ રવજીભાઈ કગથરા ને ગત્ વર્ષે તા. ૧ર-૩-ર૦ર૪ ના દિને તેના પદ પર થી સસ્પેન્ડ કર્યા હતા.
        તા. ૯-૩-ર૦ર૪ ના દિને જી.એમ. પટેલ સ્કૂલના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થિનીઓ આંબલીના ઝાડ ઉપરથી કાતરા ઉતારતી હતી ત્યારે મદદનીશ કેમ્પસ ડાયરેક્ટર જેન્તિભાઈ કગથરા ત્યાં ગયા હતાં અને ચંપલનો ઘા કર્યો હતો. આથી ત્રણ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં અંદર જતી રહી હતી. ત્યારે જેન્તિભાઈએ હોસ્ટેલમાં પ્રવેશ કરી વિદ્યાર્થિનીને થપ્પડો મારી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.
    જે બનાવ અંગે ધ્રોળ પોલીસ સ્ટેશનમાં તા. ૧ર-૩-ર૦ર૪ દિને ફરિયાદ આપી હતી. તેમજ તા. ર૦-૩-ર૦ર૪ ના જામનગરના એસ.પી.ને પણ ફરિયાદ કરી હતી. તેમ છતાં ધ્રોળ પોલીસ સ્ટેશન દ્વારા આ પ્રકરણમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી ફરિયાદી એ નાછૂટકે ધ્રોળ ની અદાલતમાં ફરિયાદ કરી હતી.
    આ ફરિયાદની હકીકતો તથા રજૂ થયેલા દસ્તાવેજોને ધ્યાને લઈને ધ્રોળના જ્યુડિ. મેજિસ્ટ્રેટએ ધ્રોળ પોલીસના જવાબદાર અધિકારીને રૂબરૂ હાજર રહી તપાસનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો.
       આ પ્રકરણમાં ધ્રોળની અદાલતમાં આગામી તા. ૧ લી માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ફરિયાદી તરફ થી રાજકોટ ના ધારાશાસ્ત્રી જીતેન્દ્રસિંહ પરમાર  રોકાયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *