એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા 69 સ્થળોએ દરોડા પાડ્યો, દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો
Kodinar,તા.07
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત આચાર સહિતનો કડક અમલ કરવા અને મતદાન દરમિયાન કોઈ અનિચ્છય બનાવ ન બને તે માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા વહેલી સવારે દારૂની મેગા ડ્રાય રાખવામાં આવી હતી. જેમાં 69 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા 25 કેસો કરી દેશી દારૂ અને વિદેશી દારૂ મળી રૂપિયા 31,850 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુ વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ ગુનેગારો સામે કડક હાથે કામગીરી કરવા આપેલી સુચના ને પગલે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એ વી જાડેજા ,એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એન બી ચૌહાણ, પીએસઆઇ એનઆર વાઘેલા અને કોડીનાર પોલીસ મથકના પીઆઇ એન આર પટેલ , પીએસઆઇ કે એમ ચાવડા અને એચ.એલ જેબલિયા તેમજ સ્ટાફ દ્વારા કોડીનાર શહેરમાં વહેલી સવારે દેશી અને વિદેશી દારૂની મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં કોડીનાર પોલીસ મથક વિસ્તારના બુટલેગરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 25 કેસ માંથી દેશી અને વિદેશી દારૂ મળી રૂપિયા 74 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જ્યારે 44 સ્થળોએ નીલ રેડ થઈ હતી . વહેલી સવારથી પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.