Kodinar તા.૨૧
ગીર સોમનાથ એલસીબી પોલીસ અને કોડીનાર સ્થાનિક પોલીસ ના મોટા કાફલાએકોડીનાર શહેર માં કોમ્બિગ હાથ ધરતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગેની પ્રાથમિક વિગત મુજબ ગુજરાત સરકારના આદેશ મુજબ દરેક જિલ્લાના અંદર અસામાજિક તત્વો તેમજ એકથી વધુ ગુના સાથે સંકળાયેલા ગુનેગારો ની ઉપર પોલીસ તંત્ર દ્વારા તવાઈ બોલાવાય છે ત્યારે ગિરસોમનાથ જિલ્લાની અંદર 135 જેટલા ઈસોમો ઉપર એક થી વધારે ગુના નોંધાયેલા છે ત્યારે આવા તત્વો હાલ કોઈ ગુના સાથે સંકળાયેલા છે કે કેમ કે અન્ય કોઈ ગેરકાયદેસર ધંધા કરે છે અથવા તો કોઈ જમીન મકાન પચાવી પડેલા છે કે કેમ તેની સંપૂર્ણ વિગતો પોલીસ મેળવી રહી છે ત્યારે કોડીનાર વિસ્તાર માં આજે 2 પીઆઈ 3 પીએસઆઇ એલસીબી અને એસઓજી અને સ્થાનિક પોલીસ સાથે મળી કુલ ચાર ટીમો બનાવી કોડીનાર વિસ્તારના 29 જેટલા ઈસમો ને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે 29 ગુનેગારો ના ઘરે પોલીસે સર્ચ પહોંચે તે પહેલાંજ મોટા ભાગના ગુનેગારો ઘર છોડીને ફરાર થયા હતા જ્યારે બે જગ્યા પર થી હથિયાર મળી આવતા પોલીસે અત્યારનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે 6 જેટલા વાહનો પણ ડીટેઇન કરાયા.. છે સાથોસાથ ગુનેગારો ના બાંધકામ અને વીજ કેન્કશન ની પણ પોલીસે વિગતો મેળવી છે આ તકે એલસીબી પીઆઇ એ બી જાડેજા જણાવ્યું હતું કે ર આઈ.જી નિલેશ ઝાઝડીયા અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ના સતત માર્ગદર્શન હેઠળ આ સર્ચ ઓપરેશન ચાલુ જ રહેશે અને ગુનેગારોને કોઈપણ ભોગે છોડી દેવામાં આવશે નહીં