Morbi,તા.04
દલવાડી સર્કલે બુલેટ અને કાર અથડાતા માથાકૂટ થવા પામી હતી જેમાં કારમાં ધોકા અને પથ્થર વડે તોડફોડ કરી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જયારે હવે સામાપક્ષે પણ કાર ચાલક અને ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે તપાસ ચલાવી છે
મોરબીના દલવાડી સર્કલ કંડલા હાઈવેના રહેવાસી વિજય થોભણભાઈ પરસાડીયા (ઉ.વ.૨૮) નામના યુવાને ફોર્ચ્યુનર કાર જીજે ૦૩ FK ૦૨૫૬ ના ચાલક અને ત્રણ અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી વિજય અને તેનો મિત્ર નાસ્તો લઈને ઘરે જતા હતા ત્યારે દલવાડી સર્કલથી સામેના ભાગે જતી વેળાએ રોડ ક્રોસ કરતી વખતે બુલેટ ઉભું રાખ્યું હતું ત્યારે પાછળથી ફોર્ચ્યુનર કારના ચાલકે બુલેટને પાછળથી ઠોકર મારી હતી અને બોલાચાલી થઇ હતી જે બોલાચાલી બાદ કાર ચાલક અને પાછળ બેસેલ અજાણ્યા ઇસમોએ ઝપાઝપી કરી ઢીકા પાટું મારી ઈજા કરી હતી અને ધોકો કાઢી વિજયને શરીરે અને માતાહાના ભાગે મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે