Jamnagar તા ૭
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે આવેલી સોલાર પલ્સ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સાઈડ એરિયામાં ગત તારીખ ૬.૨.૨૦૨૫ થી તારીખ ૪.૩.૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરો એ અંદર પ્રવેશ કરી લીધો હતો, અને અંદાજે ૭,૦૦૦ મીટર જેટલો ડી.સી. એલ્યુમિનિયમ વાયર કાપીને ચોરી કરી લઈ ગયા હતા.
ઉપરોક્ત ચોરીના બનાવ અંગે ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા જાવેદ હસનભાઈ પઠાણ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં રૂપિયા બે લાખ ૮૦ હજારની કિંમતના આશરે ૭,૦૦૦ મીટર એલ્યુમિનિયમ વાયર ની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમ બનાવના સ્થળે દોડતી થઈ છે, અને કેટલાક સીસીટીવી કેમેરા વગેરેની ચકાસણી શરૂ કરી છે, અને તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.