Junagadh તા.7
જુનાગઢ મજેવડી દરવાજાની ઘટનામાં બહાર ગામ ભાગી જવાની તૈયારી કરતા 3 શખ્સોને ક્રાઈમ બ્રાંચ પોલીસે દબોચી લઈ એ ડીવીઝનની હવાલે કરી દીધા હતા. બે વર્ષ પહેલા હત્યા, હત્યાની કોશીષ, એસટી બસના કાચની તોડફોડ અન્ય વાહનોની તોડફોડના મામલે એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.
જુદી જુદી કલમોમાં આરોપીઓ હજુ ઘણા નાસતા ફરતા હોય બે વર્ષ બાદ કુંભારવાડાનો નિઝામુદીન ઉર્ફે નિઝામ હુસેન ભીમા, બુકરફળીયામાં રહેતો સાહીદ ઉર્ફે સાજીદ ઈકબાલ મેમણ અને પીશોરીવાડામાં રહેતો સકીલ ઉર્ફે આકીબ હસન ખંભાતીને ખાનગી બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે.જે. પટેલ અને તેની ટીમે ધારાગઢ રોડ કુંભારવાડા નજીકતી બહાર ગામ ભાગી છુટે તે પહેલા દબોચી લઈ એ ડીવીઝન પોલીસના હવાલૂ કરી દેવામાં આવ્યા હતા.
જુનાગઢના મધુરમ વૃંદાવન સાર્વજનિક પ્લોટમાંથી સી ડીવીઝન હદમાં ક્રાઈમ બ્રાંચ પોલીસે મોટર સાયકલની તલાસી લેતા જુદી જુદી બ્રાન્ડની 35 કાચની બોટલમાં દારૂ કિંમત રૂા.7046 મો.સા. કિંમત રૂા.75 હજાર મળી કુલ રૂા.82046નો મુદામાલ કબજે કર્યો હતો. તપાસ દરમ્યાન આરોપી શીવ ઉર્ફે કાલી છોટુભાઈ મકવાણા રે. મધુરમ મંગલધામ વાળો હાજર મળ્યો ન હતો. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.