New Delhi, તા. 31
મહાકુંભમાં અમૃત સ્નાન વખતે સર્જાયેલી કરૂણાંતિકા અને પવિત્ર ધાર્મિક મેળાવડામાં શ્રધ્ધાળુઓના અભુતપૂર્વ પ્રવાહને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો 5 ફેબ્રુઆરીનો સુચિત પ્રવાસ રદ્દ કરે તેવી સંભાવના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 5 ફેબ્રુઆરીએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે જવાના છે, તેઓની મુલાકાતથી માંડીને સુરક્ષા પ્રોટોકોલથી માંડીને અનેકવિધ પ્રશ્નો ઉભા થઇ શકે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને તેમનો આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવે અથવા મોકુફ રાખવામાં આવે તેવી શકયતા છે.
વડાપ્રધાન મોદીએ 30 લોકોનો ભોગ લેનાર ભાગદોડની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે ઉંડી સંવેદના વ્યકત કરી હતી અને સમગ્ર ઘટના પીડાકારક ગણાવી હતી.
વડાપ્રધાન મોદીનો ગંગામાં ડૂબકી લગાવવાનો કાર્યક્રમ 5 ફેબુ્રઆરીનો નિર્ધારીત થયેલો છે. સત્તાવાર રીતે હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 1 ફેબ્રુઆરી તથા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 10 ફેબ્રુઆરીએ કુંભમેળામાં જવાના છે.