New Delhi, તા. 4
મહાકુંભમાં ગંગા સ્નાન માટે વડાપ્રધાન મોદી આવતીકાલે પ્રયાગરાજ પહોંચશે. જયારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મંત્રી મંડળ તા.7મી ફેબ્રુઆરીએ મહાકુંભમાં ડૂબકી લગાવશે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મહાકુંભમાં પીએમ મોદીના સ્નાન માટે એક કલાકનો સમય અનામત રખાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ સવારે 10 વાગે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તે પ્રયાગરાજ એરપોર્ટથી ડીપીએસ હેલિપેડ પહોંચશે, જ્યાંથી તે 10.45 વાગ્યે અરેલ ઘાટ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે. પીએમ મોદી 5 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તે પ્રયાગરાજ એરપોર્ટથી ડીપીએસ હેલિપેડ પહોંચશે, જ્યાંથી તે 10.45 વાગ્યે અરેલ ઘાટ જશે. તેઓ અરેલ ઘાટ ખાતે બોટ દ્વારા મહાકુંભ પહોંચશે.
તેઓ સવારે 11 વાગ્યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર સ્નાન કરશે. મહા કુંભ મેળામાં સવારે 11 થી 11.30 સુધીનો સમય વડાપ્રધાન માટે આરક્ષિત છે. પવિત્ર સ્નાન બાદ પીએમ મોદી 11.45 વાગ્યે બોટ દ્વારા અરેલ ઘાટ પરત ફરશે.
અહીંથી તે ડીપીએસ હેલિપેડ દ્વારા પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી બપોરે 12.30 વાગ્યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે. બીજી બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ગુજરાતનું મંત્રી મંડળ પણ તા.7ના રોજ મહાકુંભમાં ડૂબકી લગાવશે.