New Delhi, તા. 13
વીસથી વધુ પ્રોજેક્ટનાં ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ મોરિશ્યસમાં 20 જેટલા વિવિધ વિકાસ પ્રોજેક્ટનાં ઉદ્ઘાટન કર્યાં હતાં. આ પ્રોજેક્ટ માટે ભંડોળ ભારતે ફાળવ્યું છે.
બે દિવસની મોરિરશ્યસની યાત્રા પર પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું મોરિશ્યસના પ્રેસિડન્ટ ધર્મબીર ગોખુલ અને ફર્સ્ટ લેડી વૃંદા ગોખુલે ગઈ કાલે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ ખાસ ચીજો ગિફ્ટ આપી હતી અને એની વિશેષતા પણ ગણાવી હતી.
વડા પ્રધાન મોદીએ પ્રેસિડન્ટ ગોખૂલને પ્રયાગરાજના ત્રિવેણી સંગમના પવિત્ર ગંગાજળથી ભરેલું પિત્તળનું પાત્ર ગિફ્ટમાં આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ગંગાજળ ખાસ એટલા માટે છે કે એ મહાકુંભના મેળા વખતે ગંગા નદીમાંથી લેવામાં આવ્યું હતું.
વડા પ્રધાને ભગવાન ગણેશની હસ્તનિર્મિત મૂર્તિ આપી હતી. ભગવાન ગણેશ જ્ઞાનના દેવતા છે અને વિઘ્નો હરે છે. આ ઉત્કૃષ્ટ મૂર્તિ ભારતીય શિલ્પકળાની પ્રતિષ્ઠિત પરંપરા છે જે સમૃદ્ધિ અને નવી શરૂઆતના આશીર્વાદ હું આપે છે.