New Delhi, તા.28
દેશમાં વિમાની મથકો અને અન્ય સ્થળોએ બોમ્બની ધમકીમાં મુંબઇ પોલીસના કન્ટ્રોલરૂમમાં સૌથી વધુ આ પ્રકારની ધમકીઓ મળી હતી તે વચ્ચે ગઇકાલે રાત્રે 9 વાગ્યે મુંબઇ પોલીસના કન્ટ્રોલ નંબર પર એક ધમકીભર્યા ફોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરુ રચવામાં આવી રહ્યું છે.
તેવું જણાવીને ફોન કટ કરતાં હવે મુંબઇ પોલીસ આ ધમકીભર્યા ફોનનું પગેરું મેળવવા વ્યસ્ત બની ગઇ હતી અને તપાસના અંતે 34 વર્ષિય એક મહિલાની હાલ અટકાયત કરવામાં આવી છે.
તે મહારાષ્ટ્રના અમ્બોલીની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જો કે તે માનસિક રીતે અસ્થિર હોવાનું બહાર આવ્યું છે અને તેનો કોઇ ક્રિમીનલ રેકોર્ડ પણ ન હતો. વડાપ્રધાનની હત્યાના ધમકીઓ અગાઉ પણ મળી છે અને તેના પગલે શ્રી મોદીની સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી રહી છે.
તે સમયે ગઇકાલે રાત્રે મળેલા ધમકીભર્યો ફોન બાદ તે અંગે વધુ ગંભીરતાથી તપાસ શરુ કરવામાં આવી હતી. કોલર એ પોતાનું નામ કે ઓળખ છુપાવ્યા હતા પરંતુ સાયબર ટેકનોલોજીના આધારે પોલીસ ટૂંક સમયમાં જ ફોન કરનારને શોધી લીધી હતી.
હાલમાં જ મુંબઇમાં શાહરુખ ખાનની હત્યાની ધમકીઓ મળી હતી તે અગાઉ બિશ્નોઇ ગેંગના નામે સલમાન ખાનની હત્યાની અનેક વખત ધમકીઓ મળી છે.