Salman Khan ના શૉમાં એન્ટ્રીનું નાટક કર્યુ, ટ્રોલ થઈ તો એક્ટ્રેસે માફી માગી, કહ્યું – મને બ્લેમ ના કરતાં

Share:

Mumbai,તા.08

એક્ટ્રેસ નિયા શર્મા રિયાલિટી શૉ ‘બિગ બોસ 18’ની પહેલી કન્ફર્મ કન્ટેસ્ટન્ટ માનવામાં આવી રહી હતી, પરંતુ પ્રીમિયર નાઇટ પર ચાહકોનું દિલ તૂટી ગયું. તમામ 18 કન્ટેસ્ટન્ટ્સની શૉમાં એન્ટ્રી થઈ ગઈ પરંતુ નિયા નજર આવી નહીં. હવે ખબર પડી કે નિયાએ નાટક રચ્યું હતું. નિયા બિગ બોસ 18નો ભાગ ક્યારેય હતી જ નહીં. આ હાઇપ ક્રિએટ કરવા માટે બસ એક પબ્લિસિટી સ્ટન્ટ હતો. આ માટે નિયાએ ચાહકોની માફી માગી છે.

એક્ટ્રેસે ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું, ‘જે પણ ચાહકો અને શુભચિંતકોને મેં નિરાશ કર્યા છે તેમને સોરી કહેવા માંગુ છું. જે રીતે મને સપોર્ટ, પ્રેમ અને ક્રેઝી હાઇપ મળી તેને જોઈને હું અભિભૂત છું. એક વખત તો આને મને શૉની અંદર જવા માટે રાજી કરી દીધી હતી. મને અહેસાસ થયો કે ગત 14 વર્ષોમાં મેં શું કમાયું છે. ખોટું નહીં બોલું કે મેં આ હાઇપ અને અટેન્શનને એન્જોય નહીં કર્યુ. આ પબ્લિસિટી સ્ટંટની જવાબદાર હું નથી. પ્લીઝ આ માટે મને દોષી ન ઠેરવો, આ બધું કરનારી હું નહોતી.’ નિયાએ ભલે ચેનલ અને મેકર્સ પર બધું ઠીકરું ફોડ્યું પરંતુ ચાહકોનો ગુસ્સો શાંત થયો નથી. તે એક્ટ્રેસના જુઠ્ઠાણાથી બિલકુલ ખુશ નથી.

એક યુઝરે લખ્યું- ‘નિયા મેકર્સને આ જૂઠનો ભાગ બનવાથી ના પાડી શકતી હતી. કોઈએ કહ્યું- નિયા હવે વિક્ટિમ કાર્ડ રમી રહી છે. તેને ચાહકોના ઇમોશન્સની પરવા નથી. નિયાના શૉમાં આવવાની અટકળોને હવા રોહિત શેટ્ટીના કન્ફર્મેશન બાદ મળી હતી. તેણે ‘ખતરો કે ખિલાડી’ની ફાઇનલમાં નિયાની એન્ટ્રી કન્ફર્મ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *