આખી રાત રમો ગરબા,આખી રાત ગરબા રમી શકાશેઃ Harsh Sanghvi

Share:

હર્ષ સંઘવીએ મધરાત ૧૨ પછી લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે જાહેરમાં બોલવાનું ટાળ્યું

Gandhinagar,તા.૨૮

નવરાત્રી ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશખબર લઈને આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા પર સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે ગુજરાતમાં નવરાત્રિની ૧૦મી રાત્રે આખી રાત ગરબા રમી શકાશે. સવારે ૫ વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.

આ વર્ષે પણ ખેલાડીઓ નવરાત્રિ દરમિયાન મધરાત ૧૨ વાગ્યા પછી માતાજીના ગરબા તેમના મનની વાત કરી શકશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખેલૈયાઓ માટે આ સારા સમાચાર આપ્યા છે. મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્ક્‌લેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, ‘ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો રમવા ક્યાં જશે?’ નવરાત્રિમાં સવાર સુધી ગરબા રમવાની તમામને છૂટ હશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસ કોર્ટમાં જવા માંગે છે તો જાય પરંતુ આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જોકે, હર્ષ સંઘવીએ મધરાત ૧૨ પછી લાઉડ સ્પીકર વગાડવાના મુદ્દે જાહેરમાં બોલવાનું ટાળ્યું છે.જોકે ગુજરાતના ખેલાડીઓ માટે એક મોટા સમાચાર એ છે કે આ નવરાત્રીમાં ખેલાડીઓ સવાર સુધી ગરબા રમી શકશે.મુંબઈમાં આયોજિત એક ભારત, શ્રેષ્ઠ ભારત કોન્કલેવમાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ જાહેરાતે ગુજરાતીઓને આનંદમાં લાવી દીધા છે. તેની સાથે ગુજરાતી ખેલૈયાઓની સાથે ગુજરાતી આયોજકો પણ ગેલમાં આવી ગયા છે.  ગરબાનો શોખીન કયા ગુજરાતીને આના લીધે આનંદ નહીં થાય. આના પગલે પાર્ટી પ્લોટોના આયોજકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. રાત્રિના બાર વાગ્યાની ડેડલાઇનનું પાલન કરાવતા આયોજકોને પણ નાકે દમ આવી જતો હતો. આ પહેલા આ ડેડલાઇનના લીધે ગરબાની રંગત બરાબરની જામી હોય ત્યાં જ તેણે ગરબા બંધ કરવાની જાહેરાત કરવી પડતી હતી. લોકોને પણ તેના લીધે નિસાસો પડતો હતો.

જો કે ગૃહરાજ્ય મંત્રીએ આપેલી છૂટના લીધે પોલીસનું કામ વધી જશે તેમ મનાય છે. પોલીસે નવરાત્રિ દરમિયાન રાત્રિ બંદોબસ્ત માટે વધારાની કુમક બોલાવવી પડશે તેમ માનવામાં આવે છે. આ પાછી કોઈ એકાદ શહેરની વાત નથી. આખા ગુજરાતની વાત છે.દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદના ગરબા આયોજકો માટે મહત્વની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેને આ નવરાત્રિએ પાલન કરવાની રહેશે.  અમદાવાદીઓની સુરક્ષા કરવાનું કામ અમદાવાદ પોલીસનું છે. ત્યારે શહેરીજનોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રિમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગાઈડલાઈન બનાવાઈ છે, જેનું ગરબા આયોજકો દ્વારા ફરજિયાત પાલન કરવાનું રહેશે. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે. જેમાં મહત્વનો છે કે, રાત્રે ૧૨ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે.

અમદાવાદ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન જોઇએ તો પાર્ટી પ્લોટ અને ગરબા મેદાનના પાર્કિંગ અને અંધારાવાળી જગ્યાએ ફરજિયાત લાઇટ લગાવવી પડશે. આ ઉપરાંત દુકાનોમાં સીસીટીવી લગાવવાના રહેશે,જે પણ રોમિયોગીરી કરતાં ઝડપાશે તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે,ગરબા સ્થળોએ ભેગા થતા લોકોના પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ ગેટની વ્યવસ્થા કરવાની રહેશે, આયોજકોએએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ગરબા સ્થળની બંને બાજુના ૨૦૦ મીટર સુધી રોડ પર ટ્રાફિક જામ ન થાય અને પાર્કિંગમાં કોઈ અવરોધ ન આવે, જો કોઈ શંકાસ્પદ વાહન જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ,ગરબા કાર્યક્રમના આયોજકોએ ઈલેક્ટ્રીક ફીટીંગની યોગ્યતા અને ફાયર સેફ્ટી માટે જરૂરી વ્યવસ્થાઓ અંગેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, ગરબા સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા આયોજકો દ્વારા સ્વયંસેવકો/સુરક્ષા ગાર્ડ દ્વારા કરવાની રહેશે અને રસ્તા પર પાર્કિંગ હોવું જોઈએ નહીં.,ગરબા કાર્યક્રમના આયોજકોએ ખાનગી સિક્યોરિટી મારફત તોડફોડ વિરોધી ચેકિંગ કરાવવાનું રહેશે.,કાર્યક્રમની ક્ષમતા કરતાં વધુ પાસ અથવા ટિકિટનું વિતરણ ન કરવું.

ગુજરાતમાં હવે ૧૨ વાગ્યા સુધી નહી પણ મોડી રાત સુધી ગરબા રમી શકાશે કારણ કે, નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે.

આ ઉપરાંત નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ તેમની ફરજનું જોડે જોડે પાલન પણ કરશે. સાથે સાથે પોલીસને સૂચનાઓ પણ આપવામા આવી છે. નાગરિકો પણ જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવું કામ કરે, લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવા માટે હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતીઓ ગરબા નહી રમે તો કોણ રમશે? ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વધુમાં પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે અને ખેલૈયાઓને મોડી રાત સુધી નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે.

વધુમાં ગૃહમંત્રીએ અપીલ કરી છે કે, નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો. ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં. અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *