Pensioners: 4 ટકાનું મોંઘવારી ભથ્થું ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ હપ્તામાં ચૂકવાશે

Share:

Gandhinagar,તા.31

ગુજરાતના નાણાં વિભાગે રાજ્યના પેન્શનરો અને ફેમિલી પેન્શન માટેના ચાર ટકાના મોંઘવારી ભથ્થું (ડિઅરનેસ રિલીફ)ના તફાવતની રકમ ઓગસ્ટથી ઓક્ટોબર સુધી ત્રણ હપ્તામાં ચૂકવવાનો નિર્ણય લીધો છે. નાણાં વિભાગના આદેશ પ્રમાણે જાન્યુઆરીથી જૂન દરમ્યાનના તફાવતની જે રકમ ચૂકવાશે તે ફેમિલી પેન્શનરોને પણ મળશે.

વિભાગના આદેશ પ્રમાણે પેન્શનરોને બેઝિક પગારના 46 ટકા લેખે હંગામી વધારો આપવામાં આપવામાં આવતો હતો જે જાન્યુઆરી 2024થી 50 ટકા લેખે આપવાનો રહેશે. સૂચિત કામચલાઉ વધારાના જાન્યુઆરીથી જૂન મહિનાના તફાવતની રકમ હપ્તેથી ચૂકવાશે.

જે અનુસાર પ્રથમ હપ્તો જુલાઇના પેન્શનની સાથે ઓગસ્ટ, બીજો હપ્તો ઓગસ્ટના પેન્શનની સાથે સપ્ટેમ્બરમાં તેમજ ત્રીજો હપ્તો સપ્ટેમ્બરના પેન્શનની સાથે ઓક્ટોબરમાં ચૂકવવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિગત કેસમાં ચૂકવવાના પાત્ર મોંઘવારી રાહતની માત્રાની ગણતરી કરવાની પેન્શન વિતરણ સત્તાધિકારીની જવાબદારી રહેશે. રાજ્યમાં સાતમા પગારપંચ હેઠળ પેન્શન મેળવતા પેન્શનરોને આ વધારાનો લાભ મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *