Dwarka,તા.10
હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા જ ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. જામનગરમાંથી પસાર થતા પદયાત્રીઓ જય રણછોડ અને જય દ્વારકાધીશના નારા સાથે ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે.
ગુરૂવાર સુધીમાં કાનાની કર્મભૂમિ દ્વારકા પહોંચી શકાય તે પ્રમાણે ગણતરી કરીને જુદા-જુદા ગામ અને શહેરથી પદયાત્રી રવાના થયા છે. બે દિવસથી યાત્રીઓના જુદા-જુદા ગ્રુપ જામનગર વટાવી આગળ વધી રહ્યા છે.
માર્ગમાં અનેક જગ્યાએ પદયાત્રીઓની સેવા માટે કેમ્પ પણ ચાલી રહ્યા છે. આ પદયાત્રીઓમાં જગત મંદિર ખાતે કાળીયા ઠાકરની સન્મુખ રંગે રમવા મોટી સંખ્યામાં દર વર્ષે ભકતો જાય છે. ગુરૂવારે હોળીનું પર્વ છે જયારે શુક્રવારે ધુળેટી એટલે ફૂલડોલ ઉત્સવમાં હજારો ભકતો સામેલ થશે.