Patna માં રૂ. ૨૦૦૦ના લેણાં પરત ન થયા તો ચા વેચનારને ગોળી મારી દેવામાં આવી

Share:

Patna,તા.૨૧

બિહારના નવા ડીજીપી ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ભલે કડક પગલાં લઈ રહ્યા હોય, પરંતુ ગુનેગારો પોલીસ પ્રશાસનને પડકારવામાંથી હટતા નથી. પટનાના કાંકરબાગ વિસ્તારમાં ચાની દુકાન પર ચાના પૈસાની માંગણી પર એક પછી એક પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટના શનિવારે સવારે લગભગ ૧૧ વાગ્યાની આસપાસ હોવાનું જાણવા મળી રહ્યું છે.

કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય માર્ગ પર ચંદન ઓટોમોબાઈલ પાસે આવેલી ચાની દુકાનમાં ગુનેગારોએ ગોળીબાર કર્યો હતો. આ મામલો ચાના બાકી નાણાંની માંગણી સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ, રાજેન્દ્ર રાય નામના વ્યક્તિની કાંકરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ચાની દુકાન છે. રાજેન્દ્ર રાયના છ હજાર રૂપિયા અમન કુમાર નામની વ્યક્તિ પાસે હતા, જેમાંથી અમને બે હજાર રૂપિયા રાજેન્દ્ર રાયને આપ્યા હતા. શનિવારે સવારે બાકીના પૈસાને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

જે બાદ અમન કુમારે ચાની દુકાન પર જ રાજેન્દ્ર રાય પર એક પછી એક પાંચ ગોળી ચલાવી હતી, પરંતુ એક પણ ગોળી તેમને વાગી ન હતી. આ મામલે છજીઁ સદર અભિનવે જણાવ્યું કે રાજેન્દ્ર રાય નામની વ્યક્તિની કંકરબાગમાં ચાની દુકાન છે. રાજેન્દ્ર રાયનો અમન કુમાર નામના વ્યક્તિ સાથે બાકી નાણાંને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. રાજેન્દ્ર રાયે અમન કુમારને છ હજાર રૂપિયા આપવાના હતા, જેમાંથી અમને બે હજાર રૂપિયા રાજેન્દ્ર રાયને આપ્યા.

બાકીના પૈસા બાબતે શનિવારે સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી, એસપીએ જણાવ્યું હતું કે અમન કુમાર દ્વારા ચાની દુકાન પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને એક કલાકમાં ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ કરી હતી. તેની પાસેથી ફાયરિંગમાં વપરાયેલ હથિયાર અને કારતુસ પણ મળી આવ્યા છે.

આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, છ જીવતા કારતૂસ, પાંચ શેલ અને બે મેગેઝીન પણ મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે તેણે આ હથિયાર ઉત્તર પ્રદેશના મૈનપુરીથી ખરીદ્યું હતું. યુવકે કહ્યું કે તેને તેના જીવનું જોખમ છે. એટલા માટે તેણે હથિયાર રાખ્યું હતું. જોકે, પોલીસનું એમ પણ કહેવું છે કે આરોપીએ કહ્યું કે ચાના દુકાનદારે આરોપીની માતા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જે બાદ તેણે ગુસ્સામાં ગોળીબાર કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. તે જિમ ટ્રેનર છે અને ટ્રેનિંગ કોર્સ કરી રહ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *