Patan માં હાઇવે પરથી એસઓજીની ટીમે અફીણનો જથ્થો ઝડપ્યો

Share:

Patan,તા.૧

પાટણમાં હાઈવે પરથી એસઓજીની ટીમે અફીણનો જથ્થો ઝડપી લીધો હતો. બનાવની વિગત મુજબ રાજસ્થાનથી અફીણનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી ર્જીંય્ને મળી હતી. જેને આધારે પોલીસે અફીણનો આ જથ્થો ઝડપી લીધો હતો. જેમાં પોલીસે આરોપી રાજુરામ બિશ્નોઇ નામના શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસે આરોપી પાસેથી અફીણનો ૧,૬૮,૬૪૬નો જથ્થો ઝડપવામાં આવ્યો હતો. પોલીસે અફીણ, મોબાઇલ અને કાર મળી ૬,૮૬,૧૩૬ના મુદ્દામાલ જપ્ત કબજે કર્યો હતો. પોલીસે એનડીપીએસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. તે સિવાય પોલીસે ગુનામાં સંડોવાયેલ અન્ય ૩ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *