કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો અને પછી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર અપલોડ કર્યો
Patan,તા.૩
પાટણ જિલ્લાના સમી તાલુકાની મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજમાં આજે સોમવારે સમાજશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ વીડિયો ઉતાર્યો હતો અને પછી પોતાના સોશિયલ મીડિયા માધ્યમ પર અપલોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યા હતા.
મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લામાં આવેલી મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીએ ઈન્સ્ટાગ્રામમાં રીલ બનાવી હતી અને પછી તેને બિન્દાસ રીતે અપલોડ પણ કરી હતી. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ’ઠ’ પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી. યુવરાજસિંહે પોસ્ટમાં જણાવ્યું હતું કે, ’કોલેજની ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વીડિયો બનાવે છે. આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી. પરંતુ વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે અને આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓના એડમિશનના ધંધા ચાલે તે માટે દરેક જગ્યાએ આવું જ ચાલે છે. ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ ચાલે છે. અહીંયા તો આ એક રીલ સામે આવી હતી, બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે. જ્યારે તકેદારી કે ધ્યાન રાખવાની જવાબદારી તો ૐદ્ગય્ેં યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે, પરંતુ તે પણ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. કોલેજના સત્તાધીશોને વિનંતી કે ક્રાંતિકારી અને સમાજસુધારક મહર્ષિ દયાનંદના નામને તો ન લજવો. જોવાનું રહ્યું કે, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી આ વીડિયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે?’
પાટણની મહર્ષી દયાનંદ આર્ટસ એન્ડ કોર્મસ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીની ગેરરીતિ અને ચાલુ પરીક્ષા દરમિયાન રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થી વીડિયો બનાવે છે. વીડિયો જોવા મળે છે કે, ક્લાસરૂમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ દરમિયાન એક વિદ્યાર્થી ઈસ્ટાગ્રામમાં રીલ બનાવે છે. જ્યારે આ મામલે કોલેજની બેદરકારી સામે સવાલો થઈ રહ્યાં છે.