Vadodara માં 50 વિદ્યાર્થીઓને લઈ જતી પારુલ યુનિવર્સિટીની બસ પલટી

Share:

Vadodara, તા.05

વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનિવર્સિટીની એક બસ પલટી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ બસમાં 50 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી ઘણાને નાની-મોટી ઈજાઓ થઇ હતી. જ્યારે ડ્રાઈવર અને બે વિદ્યાર્થિનીઓને ગંભીર ઈજાઓ થઇ હતી.    

કેવી રીતે સર્જાયો અકસ્માત? 

આ અકસ્માત આજવાથી વાઘોડિયા તરફ જતાં L&T કંપની પાસે સર્જાયો હતો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડ પરથી લપસીને કિનારે ખાડામાં પલટી મારી ગઈ હતી. જેનાથી રોડ પર હાહાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના બાદ કપુરાઈ પોલીસની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી મામલો ધ્યાને લઈ તપાસ હાથ ધરી હતી.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *