ભારતીય ટીમની જીતનો હીરો પીઆર શ્રીજેશ રહ્યો હતો કે જેણે શૂટઆઉટમાં બે શાનદાર ગોલ થતા બચાવ્યા હતા
મેચમાં ભારત ૧૦ ખેલાડી સાથે રમ્યું
Paris, તા.૪
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં શૂટઓફમાં બ્રિટનને હરાવ્યું હતું. નિર્ધારિત સમય સુધી બંને ટીમો ૧-૧થી બરાબરી પર હતી. આ પછી બંને ટીમો વચ્ચે શૂટઓફ રમાયો હતો. ભારતે શૂટઓફમાં બ્રિટનને ૪-૨થી હરાવ્યું હતું. આ સાથે ભારત સતત બીજી ઓલિમ્પિકમાં સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. આ મેચની ખાસ વાત એ હતી કે મોટાભાગની મેચમાં ભારત ૧૦ ખેલાડીઓ સાથે રમ્યું હતું.
ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં શૂટઓફમાં બ્રિટનને હરાવ્યું હતું. નિર્ધારિત સમય સુધી બંને ટીમો ૧-૧ થી બરાબરી પર હતી. આ પછી બંને ટીમો વચ્ચે શૂટઓફ રમાયો હતો. ભારતે શૂટઓફમાં બ્રિટનને ૪-૨થી હરાવ્યું હતું. આ સાથે ભારત સતત બીજી ઓલિમ્પિકમાં સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. આ મેચની ખાસ વાત એ હતી કે મોટાભાગની મેચમાં ભારત ૧૦ ખેલાડીઓ સાથે રમ્યું હતું.
ભારતીય ટીમની જીતનો હીરો પીઆર શ્રીજેશ રહ્યો હતો. કે જેણે શૂટઆઉટમાં બે શાનદાર ગોલ થતા બચાવ્યા હતા. શૂટઆઉટમાં પહેલા પ્રયાસ બ્રિટને કર્યો હતો. જે સફળ રહ્યો હતો. બ્રિટનનો બીજો પ્રયાસ પણ સફળ રહ્યો હતો. ત્યારબાદ સુખજીતે ગોલ કરીને ભારતને ૨-૨ની બરાબરી પર લાવી દીધું હતું. બ્રિટનના બાકીના બે પ્રયાસો નિરર્થક ગયા હતા. જ્યારે ભારતે આગામી બે પ્રયાસોને સફળ બનાવ્યા હતા. અને અંતે ભારતે ૪-૨થી આ મેચ પોતાના નામે કરી હતી. આજે હોકીમાં ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિજેતા બાદ ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે કહ્યું, ’મેં મારી જાતને કહ્યું કે આ મારી છેલ્લી મેચ હોઈ શકે છે. અથવા જો હું (ગોલ) બચાવીશ તો મને વધુ ૨ મેચ રમવા મળશે. હું આ મેચ જીતીને ખૂબ જ ખુશ છું.’ નોંધનીય છેકે ભારતે શૂટઆઉટમાં ૪-૨થી મેચ જીતી લીધી હતી. શ્રીજેશની આ છેલ્લી ઓલિમ્પિક છે. તે પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યો છે.
આજે મહત્ત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમને બીજા ક્વાર્ટરમાં જ મોટો ઝટકો લાગ્યો હતો. અમિત રોહિદાસને રેડ કાર્ડ આપવામાં આવ્યું હતું, જેના કારણે તે આખી મેચમાંથી બહાર થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ભારતીય હોકી ટીમે આખી મેચ માત્ર ૧૦ ખેલાડીઓ સાથે રમવી પડી હતી. પરંતુ આ પછી પણ ભારતીય હોકી ટીમે જોરદાર દેખાવ કરીને મેચમાં વિજેતા બની હતી. ગ્રેટ બ્રિટનને હરાવીને આઝાદી બાદ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ આવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે ક્વાર્ટર ફાઇનલમાં બ્રિટનને હરાવ્યું હતું. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં પણ હોકીમાં બ્રિટન પર આ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. આ વખતે ભારતે તેમને ૧-૧ની બરાબરી બાદ શૂટઆઉટમાં હરાવ્યું હતું. હવે સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો આર્જેન્ટિના અથવા જર્મની સાથે થશે. ભારતીય ટીમે ઓલિમ્પિકમાં ઓસ્ટ્રેલિયાને જે રીતે હરાવ્યું હતું અને ન્યુઝીલેન્ડ સામે હારેલી મેચ જીતી હતી તે દર્શાવે છે કે ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય ટીમ બ્રિટન સામે આ જ લય જાળવી રાખી હતી. ભારત ગ્રુપ મ્માં બીજા સ્થાને રહીને અંતિમ આઠમાં પહોંચ્યું હતું જ્યારે બ્રિટિશ ટીમ ગ્રુપ છમાં ત્રીજા સ્થાને રહી હતી.
શૂટઆઉટમાં શું થયું ?
બ્રિટને પ્રથમ શૂટઆઉટ લીધો હતો અને અલબરી જેમ્સીએ ગોલ કર્યો હતો.
ભારત તરફથી પહેલો શોટ હરમનપ્રીત સિંહ લેવા આવ્યો અને તેણે પણ ગોલ ફટકાર્યો.
ઈંગ્લેન્ડ માટે વોલેસ બીજો શોટ લેવા આવ્યો અને ગોલ કર્યો.
ભારત તરફથી સુખજીત આવ્યો અને તેણે ગોલ કરીને સ્કોર ૨-૨ની બરાબરી પર લાવી દીધો.
ક્રોનન તેના ત્રીજા પ્રયાસમાં ઇંગ્લેન્ડ માટે આવ્યો અને ગોલ ચૂકી ગયો.
લલિતે ભારત માટે ત્રીજા પ્રયાસમાં ગોલ ફટકારીને ભારતને ૩-૨ની લીડ અપાવી હતી.
ઇંગ્લેન્ડ ચોથા પ્રયાસમાં પણ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યું અને શ્રીજેશ બ્રિટિશ ખેલાડીની સામે ઊભો રહ્યો અને તેણે ગોલ થવા દીધો નહીં.
ભારત માટે રાજકુમારે ચોથા પ્રયાસમાં ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ઈંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.
ભારત અને બ્રિટન વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચના ત્રીજા ક્વાર્ટર સુધી સ્કોર ૧-૧થી બરાબર રહ્યો હતો. બંને ટીમોએ વળતા હુમલા કર્યા, પરંતુ ગોલ કરી શકી ન હતી. આ પહેલા હાફ ટાઈમ સુધી બંને ટીમનો સ્કોર ૧-૧ થી બરાબર હતો.
હાફ ટાઈમ બાદ બંને ટીમો ૧-૧ની બરાબરી પર હતી. બીજા ક્વાર્ટરમાં ભારતના અમિત રોહિદાસને રેડ કાર્ડ મળ્યું જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું. મતલબ કે ભારતીય ટીમે હવે બાકીની મેચો ૧૦ ખેલાડીઓ સાથે રમી હતી. જો કે, ભારતે તેને પાછળ છોડી દીધું અને હરમનપ્રીત સિંહના શાનદાર ગોલના આધારે લીડ મેળવી. હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરમાં ગોલ કરીને ૨૨મી મિનિટે ૧૦ ખેલાડીઓ સાથે રમતી ભારતીય ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં હરમનપ્રીતનો આ સાતમો ગોલ હતો.