Parineeti Chopra નવા અંદાજમાં ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર

Share:

અભિનેત્રીની આગામી સિરીઝ એક ‘મિસ્ટ્રી થ્રિલર’ છે, જેની જાહેરાત તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા કરી છે

Mumbai, તા.૨૬

મોટા પડદા પર ધમાલ મચાવ્યા બાદ પરિણીતી ચોપરા હવેર્પOTTર પદાર્પણ કરવા જઈ રહી છે. ‘અમર સિંહ ચમકીલા’ ફિલ્મની સફળતા બાદ હવે અભિનેત્રી ઓટીટી પર ડેબ્યુ કરવા જઈ રહી છે. અભિનેત્રીની આગામી સિરીઝ એક ‘મિસ્ટ્રી થ્રિલર’ છે. જેની જાહેરાત તેણે પોતે સોશિયલ મીડિયા દ્વારા કરી છે.હાલમાં જ પરિણીતી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, અભિનેત્રીએ ચાહકોને તેની શ્રેણીની સમગ્ર સ્ટારકાસ્ટની ઝલક બતાવી છે. પરિણીતી સિવાય પણ તેમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળશે. જેમાંથી એક જેનિફર વિંગેટ છે.આ શ્રેણીમાંOTT દુનિયાનો લોકપ્રિય કલાકાર સુમિત વ્યાસ પણ પરિણીતી સાથે કામ કરી રહ્યો છે. જેની સિરીઝમાં મહત્વની ભૂમિકા હશે. આલિયા ભટ્ટની માતા અને અભિનેત્રી સોની રાઝદાન પણ આ સિરીઝમાં જોવા મળશે.આ સિવાય ફેમસ એક્ટર અનૂપ સોની પણ પરિણીતી સાથે આ સિરીઝમાં હશે. તમામ સ્ટાર્સના ફોટા શેર કરતી વખતે પરીએ લખ્યું હતું કે ‘કેટલાક રહસ્યો આમ જ જાહેર નથી થતા, તે તમને અંદર ખેંચે છે, તમને અનુમાન લગાવતા રાખે છે અને તમને જવા દેતા નથી.’પરિણીતીએ આગળ લખ્યું, ‘એક નવી મિસ્ટ્રી-થ્રિલર સિરીઝ બની રહી છે. જ્યારે તે તૈયાર થશે ત્યારે ટીમ દ્ગીંકઙ્મૈટ અને અમારા તરફથી તમારો પ્રેમ મેળવવા માટે અમે આતુર છીએ. શૂટિંગ શરૂ થઈ ગયું હતું. મારી ડેબ્યૂની શરૂઆત થઇ રહી છે. જો કે આ સીરીઝનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે પરિણીતી ચોપરા છેલ્લે દિલજીત દોસાંજ સાથે ફિલ્મ ‘ચમકિલા’માં જોવા મળી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *