Panchmahal,તા.૪
પંચમહાલના કાલોલ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપમાં સર્કલ ઓફિસર રાકેશ સુતરીયા લાંચ લેતા પકડાયા છે. ફરિયાદી પાસેથી રાકેશ સુતરીયા રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયા છે. સમગ્ર મામલે હાલ ગોધરા એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે, જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે. ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.
ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈને સતર્ક છે, જો કોઈ અધિકારી તમારી પાસે કામ કરવા માટે લાંચ માંગે તો તમે એસીબી ૧૦૬૪ પર સંપર્ક કરી શકો છો, આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને સ્થળની વિગતો આપી શકો છો. જો તે કામ કરશે તો છઝ્રમ્ તમારો સંપર્ક કરશે અને ટ્રેપને સફળ બનાવશે.