વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ જોવાયેલી સિરીઝમાં ‘Panchayat’ મોખરે

Share:

જ્યારે સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરિઝમાં ડિઝની હોટ સ્ટારે મેદાન માર્યું છે

Mumbai, તા.૨૩

‘પંચાયત’ સિરીઝની ત્રીજી સિઝન એમેઝોન પ્રાઇમ પર ૨૮.૨ મિલિયનની વ્યૂઅરશિપ સાથે ૨૦૨૪માં ઓટીટી પર હિન્દી ભાષાની સૌથી વધુ જોવાયેલી સિરીઝ બની ગઈ છે. ઓરમેક્સ મીડિયા દ્વારા આ રીસર્ચ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા નંબરે ૨૦.૩ મિલિયન વ્યૂઝ સાથે નેટફ્લિક્સની ‘હીરામંડી’, ત્રીજા નંબરે પ્રાઇમ વીડિયોની જ ૧૯.૫ મિલિયન વ્યૂઅર્સ સાથે ‘ઇન્ડિયન પોલિસ ફોર્સ’ રહી છે. જ્યારે સૌથી વધુ જોવાયેલી હિન્દી વેબ સિરિઝમાં ડિઝની હોટ સ્ટારે મેદાન માર્યું છે. જેમાં ૧૪.૮ મિલિયન વ્યુઅર્સ સાથે ‘ધ લિજેન્ડ ઓફ હનુમાન’, ૧૨.૫ મિલિયન સાથે ‘શોટાઇમ’, ‘કર્મા કોલિંગ’ ૯.૧ મિલિયન, ‘બાહુબલીઃ ક્રાઉન ઓફ બ્લડ’ ૮ મિલિયન તેમજ ‘લૂટેરે’ ૮ મિલિયન વ્યૂઅર્સ મેળવી શક્યું છે.  જોકે, આ વ્યુઅરશિપની ગણતરીમાં જે લોકોએ કોઈ સિરીઝનો કમ સે કમ એક આખો એપિસોડ જોયો હોય અથવા કોઈ ફિલ્મ લગભગ ૩૦ મિનિટ સુધી જોઈ હોય તે ગણતરીમાં લેવાય છે. પરંતુ તેમાં જો એક જ અકાઉન્ટ અલગ અલગ ડિવાઇસમાં એક પરિવારના ત્રણ સભ્યો કે પછી બે મિત્રો ઉપયોગ કરતાં હોય તો પણ તેમાં એક જ અકાઉન્ટની ગણતરી કરવામાં આવે છે.  તે ઉપરાંત એક જ વ્યક્તિ કોઈ શો વારંવાર જુએ તો પણ તેની એક જ વખત ગણતરી કરવામાં આવે છે. આજકાલ યુવાનોમાં બિન્જ વોચિંગનો ટ્રેન્ડ છે, એટલે કે એક જ રાતમાં કે એક જ બેઠકમાં એક આખી સિરીઝ કે ફિલ્મ પૂરી કરી નાખવી. તો આ બિંજ વોચિંગ લાયક કન્ટેન્ટ પૂરું પાડતા ઓટીટી પ્લેટફર્મમાં નેટફ્લિક્સે બાજી મારી છે. તેમાં ‘અમરસિંગ ચમકિલા’ને ૧૨.૯ મિલિયન વ્યુઅર્સ સાથે પહેલા નંબરે રહ્યું છે, તેમજ આ યાદીમાં ૧૨.૨ મિલિયન વ્યુઅર્સ સાથે ‘મર્ડર મુબારક’ પણ સામેલ હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *