Palanpur માં યુવક ભાગીદારી કરવા જતા ૨૬.૫૦ લાખની છેતરપિંડી

Share:

Palanpur તા.૩

પાલનપુરમાં છેતરપિંડીના બનાવમાં વધારો થઈ રહ્યો છે. પાલનપુરના યુવકની ભાગીદારી કરવા જતા છેતરપિંડી થઈ છે. યુવકને ૫૦% ભાગીદારી આપવાનું કહી ૨૬.૫૦ લાખ પડાવીને છેતરપિંડી આચરી હતી. યુવકે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

યુવકની સાથે રાજકોટના ચાર શખ્શોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. કંપનીમાં ભાગીદાર થવાની જાહેરાત જોઈ યુવક ધ્રુવ મહેશ્વરીએ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ કંપનીમાં વાત કરી હતી. યુવકને દર મહિને બે લાખનું વળતર આપવાનું કહી કરી છેતરપિંડી આચરવામાં આવી છે. ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ કંપનીના સંચાલક ચેતન પરમાર, તેમની પત્ની સહિત બે લોકોએ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *