Paris,તા.30
26 જુલાઈ શુક્રવારથી ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિક્સ 2024નો પ્રારંભ થઈ ગયો છે. ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં પાકિસ્તાનને પોતાના એથલીટ્સની સંખ્યાને લઈને શર્મિદા થવું પડ્યું હતું. સમારોહ દરમિયાન એક કોમેન્ટેટરે પાકિસ્તાન માટે એવી વાત કહી જેને પાકિસ્તાની દેશ માટે શરમજનક ગણાવી રહ્યા છે.
ઓલિમ્પિકમાં પાકિસ્તાનમાંથી 18 સભ્યોએ ભાગ લઈ રહ્યા છે, જેમાંથી માત્ર 7 ખેલાડીઓનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના 7 એથ્લેટ સાથે 11 અધિકારીઓ ઓલિમ્પિક માટે પેરિસ પહોંચ્યા છે. ઓપનિંગ સેરેમની દરમિયાન પાકિસ્તાનની 18 સભ્યોની ટીમને જોઈને એક કોમેન્ટેટરે કહ્યું, ‘પાકિસ્તાન 24 કરોડથી વધુની વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ ઓલિમ્પિકમાં માત્ર 7 ખેલાડીઓ જ ભાગ લઈ રહ્યા છે.’
ઉદ્ઘાટન સમારોહ દરમિયાનનો પાકિસ્તાન પર ટિપ્પણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પાકિસ્તાનીઓ તેને શરમજનક બાબત ગણાવી છે. પાકિસ્તાની પત્રકાર બાસિત સુભાનીએ સોશિયલ મીડિયા સાઇટ X પર ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું, ‘શરમજનક… આના માટે કોણ જવાબદાર છે?’
ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા પાકિસ્તાની ખેલાડીઓ
પેરિસ જનારા સાત પાકિસ્તાની એથ્લેટ્સમાં સૌથી વધુ જાણીતું નામ છે, ભાલા ફેંકનાર અને મેડલ માટે પાકિસ્તાનની એકમાત્ર આશા અરશદ નદીમ છે. નદીમ સિવાય શૂટર્સ ગુલામ મુસ્તફા બશીર (25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ), ગુલફામ જોસેફ (10 મીટર એર પિસ્તોલ, 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ) અને કિશ્માલા તલત (10 મીટર એર પિસ્તોલ, 25 મીટર પિસ્તોલ, 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ) એથ્લેટ્સનો ભાગ છે પાકિસ્તાની ઓલિમ્પિક ટીમ.