Washington,તા.11
અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન બાદ વિઝા સહિતના જે ઈમીગ્રેશન નિયમો કડક બનાવાયા છે તેમાં લોસ એન્જલસ પહોંચેલા પાકિસ્તાનના તુર્કમેનીસ્તાન રાજદૂતને પણ અમેરિકામાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો અને તેમને તાત્કાલીક અમેરિકા છોડવા જણાવી દઈને પાકિસ્તાનનું જબરુ અપમાન કરાયુ હતું.
તુર્ક મેનીસ્તાનમાં પાકિસ્તાનના રાજદૂત કે.કે.અહેસાસ વાગન પાસે અમેરિકાના પ્રવેશના અને રોકાણના તમામ માન્ય વિઝા હતા અને તેઓ લોસ એન્જલસની વ્યક્તિગત ખાનગી મુલાકાતે પહોંચ્યા હતા પણ તેમને એરપોર્ટ પર જ અટકાવી દેવામાં આવ્યા.
એટલું જ નહી તેમના દસ્તાવેજો માન્ય હોવા છતાં પણ અમેરિકી ઈમીગ્રેશન અધિકારીઓએ તેમને પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને બીજી એક ફલાઈટમાં પરત ચાલ્યા ગયા હતા. કે.કે.અહેસાન વાગન પાકિસ્તાનની વિદેશી સેવાના એક સીનીયર અધિકારી ગણાય છે અને તેઓ ભૂતકાળમાં લોસ એન્જલસમાં જ પાકિસ્તાનના કોુસ્યુલેટમાં ફરજ બજાવી ગયા છે.
હાલ તેઓ તુર્કમેનીસ્તાનમાં રાજદૂત તરીકે ફરજ બજાવે છે. આમ તેમની પાસે અમેરિકા માટેના 10 વર્ષના ડિપ્લોમેટીક વિઝા હતા તેમ છતાં પણ તેમને પ્રવેશનો ઈન્કાર કરી દેવાયો હતો.