Karachi,તા.21
ચેમ્પિયન્સ ટ્રોફીની સૌથી મુશ્કેલ અને સૌથી મોટી મેચ પહેલાં પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. તેનો શાનદાર ઓપનર ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
તેનાં સ્થાને ઇમામ ઉલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 29 વર્ષીય ઇમામ ઉલ હકે 72 વનડેમાં 3138 રન બનાવ્યાં છે, જેમાં નવ સદી અને 20 અડધી સદી સામેલ છે.
પાકિસ્તાન ટીમ ગુરુવારે દુબઈ પહોંચી હતી. આઇસીસીની ટેકનિકલ કમિટિની મંજૂરી મળ્યાં બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ટીમમાં ફેરફાર કર્યા હતો. ફખર જમાંને 19 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની મેચ દરમિયાન ઈજા થઈ હતી.
34 વર્ષીય ખેલાડીને ફિલ્ડિંગ દરમિયાન સ્નાયુ ખેંચાઈ જવાનાં કારણે ઈજા થઈ હતી. જોકે ફખરે પાછળથી બેટિંગ કરી હતી, પરંતુ તેની સમસ્યા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
તેણે 41 બોલમાં 24 રન બનાવ્યાં હતાં. ફખરે એક્સ પર લખ્યું કે, “કમનસીબે હું ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છું. હવે હું ઘરે જ રહીશ અને મારા સાથીઓને પ્રોત્સાહિત કરીશ.