બિલાડીઓ માટે લાખો પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું
Pakistan,તા.૨૧
પાકિસ્તાન સરકારે ઉંદરોનો સામનો કરવા માટે દેશની સંસદમાં બિલાડીઓને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની સંસદમાં ઉંદરોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે, જેના કારણે ઉંદરોએ મહત્વની ફાઈલો કોતરી નાખી છે. પાકિસ્તાન સરકારે ઉંદરો હેરાનગતીનો નિવેડો લાવવા એક મોટો નિર્ણય કર્યો છે. જેની માટે ૧૨ લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ પૈસાથી શિકારી બિલાડીઓ ખરીદવામાં આવશે જે ઉંદરોનો નાશ કરશે.
પાકિસ્તાનમાં આર્થિક સંકટ વચ્ચે, સરકારે દેશની સંસદમાં ઉંદરોનો સામનો કરવા માટે શિકારી બિલાડીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઝ્રડ્ઢછ)એ આ માટે ૧૨ લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. વાસ્તવમાં સંસદમાં ઉંદરોની સંખ્યા સતત વધી રહી છે. તેઓએ સેનેટ અને નેશનલ એસેમ્બલીના વિભાગોમાં ઘણી મહત્વપૂર્ણ ફાઈલોનો નાશ કર્યો છે. તેઓ તેમના વાયર કાપીને કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી રહ્યા છે.
સંસદ ભવનમાં ઉંદરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઉંદરોની આ સમસ્યા નવી નથી પરંતુ હાલના સમયમાં તે વધુ ગંભીર બની છે. ઉંદરો માત્ર દસ્તાવેજો જ નહીં પણ કોમ્પ્યુટરના વાયરને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ઉપરાંત ઉંદરોના કારણે સંસદમાં ગંદકી અને બીમારીઓનો ખતરો પણ વધી ગયો છે. પાકિસ્તાનની સંસદમાં ઉંદરો અને બિલાડીઓના આ સમાચાર સાંભળીને અજીબ લાગી શકે છે, પરંતુ અહીંના સાંસદો અને કર્મચારીઓ આ સમસ્યાથી એટલા પરેશાન છે કે તેઓ કંઈપણ વિચારી શકતા નથી.સંસદમાં ઉંદરોને પકડવા માટે બિલાડીઓ ખરીદવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે બિલાડીઓ ઉંદરોને મારવા અને ભગાડવામાં મદદરૂપ સાબિત થશે. પાકિસ્તાનની કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઝ્રડ્ઢછ) એ આ માટે ૧૨ લાખ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે આ ઉપાય કેટલો સફળ થાય છે અને તે ખરેખર ઉંદરોથી છુટકારો મેળવે છે કે નહીં.