અટલ સરોવર નજીક ટ્રકે બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત નીપજ્યું હતું
Rajkot,તા.10
રાજકોટમાં ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અટલ સરોવર પાસે તા.૧૧/૯/૨૪ ના રોજ નયનભાઇ મુકેશભાઇ વિરડીયા રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક લઈને જતાં હતા ત્યારે જી.જે.૩.બી.ડબલ્યુ. ૭૦૩૦ નંબરના ટ્રક સાથે અકસ્માત થતા બાઈક ચાલક મુકેશભાઇ વિરડીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. તેના વારસદારો દ્વારા રાજકોટની ક્લેઈમ ટ્રિબ્યુનલ સમક્ષ ક્લેમ પિટિશન દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા બન્ને પક્ષકારોની સમજાવટથી કેસને નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવ્યો હતો. માત્ર ચાર જ માસમાં કેસને સમાધાનના મધ્યમથી નિકાલ કરી મૃતકના વારસદારને રૂ.૭૩ લાખનું વળતર આવવા આવ્યું હતું. હાઇકોર્ટના યુનિટ જજ બીરેન વૈષ્ણવના હસ્તે અરજદારોને ચેક આપી અને વળતર ચૂકવવામાં આવેલ હતું. આ કેસમાં ક્લેઈમ ટ્રિબ્યુનલના જજ એસ.વી.શર્મા, એ.ડી.આર ના સેક્રેટરી કે.એમ.ગોહેલ, અરજદારના એડવોકેટ રાજેશ આર. મેહતા, રુદ્ર એ. ભટ્ટ, વીમા કંપનીના એડવોકેટ અજયભાઈ સહેદાની તથા ટાટા એ.આઈ.જી વીમા કંપનીના ઓફિસર જિગ્નેશભાઈ રાવલની મહેનતથી અરજદારોને લોક અદાલતના મધ્યમથી ત્વરિત ન્યાય મળ્યો હતો.