Rajkot,તા.૧૯
શહેરમાં છેતરપિંડીના બનાવ છાસવારે સામે આવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક 29 વર્ષીય યુવાનને બેંક એકાઉન્ટમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી તેના બદલામાં રોકડ આપી દેવાનું જણાવી હર્ષ સોમૈયા નામના શખ્સે રૂ. 1.65 લાખની છેતરપિંડી આચરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
મયુરરાજ લાલજીભાઈ વાઘેલા નામના 29 વર્ષીય યુવાને જણાવ્યું છે કે, હાલમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ રીલાયન્સ મોલમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે. ગઈ તા. ૨૮/૧૧/૨૦૨૩ ના રોજ તેઓ ૧૫૦ ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલ ટ્રેન્ડના મોલમા નોકરી કરતા હતા, ત્યારે પૈસાની જરૂરીયાત હોય જેથી મે મારી સાથે અગાઉ મોલમા નોકરી કરતા મિત્ર ધીરેન ધાબલીયાને વાત કરતા ધીરેનએ મને કહેલ કે મારો એક મિત્ર હર્ષ સોમૈયા છે જે ક્રેડીટ કાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડી આપે છે અને ૨% થી ૩% કમિશન લે છે. જેથી હર્ષ સોમૈયાને ૧૫૦ ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે ટ્રેન્ડના મોલ પાસે મળ્યા હતા.
હર્ષ સોમૈયાએ વાત કરેલ કે તમારા ક્રેડીટ કાર્ડમાંથી પૈસા મારામાં ટ્રાન્સફર કરી આપવાના અને તે પૈસા હું તમને રોકડા પરત આપી દઈશ અને હું તમારી પાસે ૨.૫% કમિશન લઈશ. જેથી મેં મારા નામના મારી પાસે અલગ અલગ કંપની જેમાં કોટક બેંક, ઈન્ડસ્ટલેન્ડ બેંક, એચડીએફસી બેંક તથા વન કાર્ડ કંપનીના કુલ ૪ ક્રેડિટ કાર્ડ આપેલ હતા અને હર્ષ સોમૈયાએ તેની પાસે રહેલ મશીનમાંથી કુલ રૂ. ૧,૨૪,૮૦૦ રૂપિયા ટ્રાન્સફર કરેલ હતા અને પછી હર્ષ સોમૈયા મને કહેલ કે એક-બે કલાકમા તમને રોકડા રૂપિયા આપી દઈશ એમ કહેલ હતુ અને અમો ત્યાંથી જુદા પડી ગયેલ હતા.
બીજા દિવસે હર્ષએ ફોન કરીને કહ્યું હતું કે, રૂપિયાની રોકડાની વ્યવસ્થા થઈ ગયેલ છે અને જો તમારે વધારે પૈસાની જરૂરીયાત હોય તો તમારા વન કાર્ડ ક્રેડિટ કાર્ડમા બેલેન્સ છે. તે ટ્રાન્સફર કરી બધુ પેમેન્ટ સાથે તમને કરી આપુ એમ વાત કરેલ જેથી વધુ રૂ. 40,900 ટ્રાન્સફર કર્યા હતા. ટ્રાન્સફ્ટ કર્યા બાદ એકાદ કલાકમાં પૈસા આપી દઈશ તેવું કહીને ગયા બાદ હર્ષ સોમૈયા પરત નહિ આવતા યુવકે ફોન કર્યા હતા પણ હર્ષએ ફોન રિસીવ નહિ કરતા પોતે છેતરાઈ ગયાનું જણાઈ આવ્યું હતું. જેથી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.