Morbi,તા.06
ટંકારા નગરનાકા પાસેથી પોલીસે રિવોલ્વર અને ૫ નંગ જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો હથિયાર પરવાના ભંગ સબબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાવેશકુમાર વરમોરાએ આરોપી દુર્ગેશ કાંતિભાઈ સગપરીયા રહે રાજકોટ સરદાર મેઈન રોડ સાધના સોસાયટી વાળા વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ ૩૦ અને જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દુર્ગેશ પાસે લાયસન્સ વાળી રિવોલ્વર હથિયાર જે રાજકોટ સીટી પુરતો પરવાનો હોવાનું જાણતો હોવા છતાં હથિયાર પોતાની પાસે રાખી મોરબી જીલ્લાના ટંકારા નગર નાકા પાસેથી રિવોલ્વર નંગ 01 કીમત રૂ ૧૦ હજાર અને ૫ જીવતા કાર્ટીસ કીમત રૂ ૫૦૦ સહીત ૧૦,૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયો હતો જે આરોપીએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના હથિયાર પરવાનાનો ભંગ કરી તેમજ મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાંનો ભંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે