Morbi,તા.27
વાંકાનેરની ઢુવા ચોકડી પાસે આઈ ૨૦ કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઢુવા ચોકડી પાસે આઈ ૨૦ કાર જીજે ૦૬ કેપી ૩૨૩૦ શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા તલાસી લેતા તેમાંથી દેશી દારૂ જેવું કેફી પ્રવાહી લીટર ૧૦૦ કીમત રૂ.૨૦,૦૦૦ નો હેરાફેરી કરી કુલ કીમત રૂ.૩,૨૦,૦૦૦ ના મુદામાલ સાથે રેઇડ દરમિયાન આરોપી જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા પકડાઈ જતા આરોપી તોફીકભાઈ આદમભાઈ લધાણી એ દારૂનો જથ્થો મંગાવી તેમજ સમીરભાઈ હનીફભાઈ મોવર બંને ના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે