રૂ. 1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બેડીપરાના વિજય સોલંકીની શોધખોળ
Rajkot,તા.૧૯
મેટોડા પોલીસે હરીપર પાળ ગામેથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 349 બોટલ સાથે સુનિલ પરમારની ધરપકડ કરી છે. જયારે બેડીપરાના વિજય સોલંકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મેટોડા પોલીસે દારૂ સહીત કુલ રૂ. 1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર મેટોડા પોલીસે બાતમીના આધારે હરીપરપાળ જૂનાગઢ ગામમાં બુટલેગર સુનિલ રાજેશભાઈ પરમારના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાંથી મેટોડા પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ 231 અને 118 ચપલા મળી કુલ રૂ. 1,18,830નો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. આ ઉપરાંત બે મોબાઈલ ફોન સહીત કુલ રૂ. 1,38,830નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મેટોડા પોલીસના દરોડામાં સુનિલ પરમાર સ્થળ પરથી મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે જયારે બુટલેગર વિજય ઉર્ફે ગડો ઉમેશભાઈ સોલંકી રહે બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નંબર 2 વાળાની શોધખોળ શરૂ કરી છે.