પગપાળા Modi એ Wayanad માં રેસ્ક્યુ ઓપરેશનનું કર્યું નિરીક્ષણ

Share:

ભૂસ્ખલમાં મૃત્યુ પામેલા લોકોને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક સહાયતા આપવાનું એલાન

Wayanad, તા.૧૦

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે કેરળના ભૂસ્ખલનથી પ્રભાવિત વાયનાડ જિલ્લામાં પહોંચ્યા હતા અને આપત્તિથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ચુરામાલામાં પગપાળા ચાલીને ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા કન્નુર એરપોર્ટથી વાયનાડ પહોંચ્યા અને ૩૦ જુલાઈના રોજ ભૂસ્ખલનની ઘટનાઓથી પ્રભાવિત ચૂરમાલા વિસ્તારમાં પગપાળા નુકસાનની સમીક્ષા કરી.

અગાઉ, પ્રધાનમંત્રીએ ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી ભૂસ્ખલનથી પ્રભાવિત ચુરલમાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવાઈ સર્વેક્ષણ પછી, પીએમ મોદીનું હેલિકોપ્ટર કલપેટ્ટાના એસકેએમજે વિદ્યાલયમાં ઉતર્યું, જ્યાંથી તેઓ રોડ માર્ગે ચુરલમાલા માટે રવાના થયા.

ચુરલમાલામાં, સેનાએ આપત્તિ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે ૧૯૦ ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવ્યો છે. પીએમ મોદીએ નુકસાનનો હિસાબ લેતા આ પુલ પરથી પગપાળા પસાર થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચુરલમાલા પહોંચ્યા પછી, પીએમ મોદી તેમના વાહનમાંથી નીચે ઉતર્યા, બચાવ કાર્યકર્તાઓ, રાજ્યના મુખ્ય સચિવ વી વેણુ અને જિલ્લા અધિકારીઓ સાથે વાત કરી, પછી પગપાળા પથ્થરો અને કાટમાળથી ફેલાયેલા વિસ્તારનું સર્વેક્ષણ કર્યું.

આ દરમિયાન કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કેન્દ્રીય પ્રવાસન તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ તેમની સાથે હતા. અધિકારીઓએ જણાવ્યું કે, હવાઈ સર્વેક્ષણ દરમિયાન તેમને ભૂસ્ખલનનું કેન્દ્ર મળ્યું, જે ઈરુવાઝિનજી પુઝા (નદી)ના ઉદ્‌ગમ સ્થાને છે. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

વાયનાડથી ચૂરલમાલાની વચ્ચે પ્રધાનમંત્રીના કાફલાના માર્ગ પર સેંકડો લોકો તેમની એક ઝલક મેળવવા માટે રસ્તાના કિનારે ભેગા થયા હતાં. કેરળના વાયનાડ જિલ્લામાં ૩૦ જુલાઈએ થયેલાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા ૨૨૬ લોકો માર્યા ગયા હતા. આ વિસ્તારમાં હજુ પણ ઘણાં લોકો ગુમ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલમાં મૃત્યુ પામેલા લોકોને બે-બે લાખ અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાયતા આપવાનું એલાન કર્યું છે.

કેરળના મુખ્યમંત્રી પી. વિજયનને કહ્યું કે, રાજ્ય સરકાર પીડિતોની દરેક સંભવ મદદ કરી રહ્યા છે. ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને આશ્રય, ભોજન અને મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *