Oben Roar EZ ઈલેક્ટ્રિક બાઈક લૉન્ચ

Share:

ઓબેન ઇલેક્ટ્રેકે ભારતમાં Oben Roar EZ ઈલેક્ટ્રિક બાઇક લૉન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે બાઇકનું ટોપ મોડલ ફુલ ચાર્જ પર 175kmની રેન્જ આપે છે. આ બાઇકને માત્ર 45 મિનિટમાં 80% સુધી ચાર્જ કરી શકાય છે. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપે વિવિધ બેટરી પેક વિકલ્પો સાથે ઇલેક્ટ્રિક બાઇકને ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરી છે.

બાઇકની પ્રારંભિક કિંમત 89,999 રૂપિયા એક્સ-શોરૂમ રાખવામાં આવી છે, જે ટોપ વેરિઅન્ટમાં એક્સ-શોરૂમ 1.09 લાખ રૂપિયા સુધી જાય છે. આ પ્રારંભિક કિંમતો છે. ગ્રાહકો રૂ. 2,999 ની બુકિંગ રકમ ચૂકવીને ઓનલાઇન અથવા તેમની નજીકની ડીલરશીપ પર બાઇક બુક કરાવી શકે છે. કંપનીનું કહેવું છે કે ટેસ્ટ રાઈડ અને ડિલિવરી તરત જ ઉપલબ્ધ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *