સની દેઓલની બોર્ડર ટૂમાં હવે Varun Dhawan ની પણ એન્ટ્રી

Share:

અગાઉ આયુષમાને ફિલ્મ છોડી દીધી હતી

બોર્ડર ટૂનું શૂટિંગ આગામી નવેમ્બરમાં શરુ થશે, 2026માં રીલિઝનું પ્લાનિંગ

Mumbai.તા.17

સની દેઓલની ‘બોર્ડર ટૂ’માં વરુણ ધવનની  એન્ટ્રી થઈ છે. અગાઉ આયુષમાને આ ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલ આવ્યા હતા. સની ઉપરાંત દિલજીત દોસાંજે પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર  ‘બોર્ડર ટૂ’નું શૂટિંગ આગામી નવેમ્બરમાં શરુ થવાનું છે. ૨૦૨૬ની ૨૬મી જાન્યુઆરીએ રીલિઝનું પ્લાનિંગ છે. અગાઉ બહાર આવી ચૂક્યું છે તેમ આ ફિલ્મ મૂળ ‘બોર્ડર’ની સિકવલ નથી. પરંતુ ‘બોર્ડર’માં જે લોંગોવાલ ફાઈટ દર્શાવાઈ છે તે જ રાતની અન્ય એક લડાઈનું તેમાં ચિત્રણ હશે. ફિલ્મની વાર્તા જોતાં હજુ વધુ કલાકારો તેમાં સામેલ થાય તેવી સંભાવના છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *