Jamnagar સહિતના ૨૬ થી વધુ દારૂ અંગેના કેસમાં સંડોવાયેલા બુટલેગર ને એલસીબી ની ટીમે ઝડપી લીધો

Share:
Jamnagar તા ૧૩
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૧ માં રહેતો પાર્થ ઉર્ફે જાબલી જીતેન્દ્રભાઈ કટિયારા નામનો શખ્સ, કે જેની સામે જામનગર સહિત જુદા જુદા પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂ સહિતના ૨૬થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. અને હાલ દારૂના કેસમાં પોતે ફરાર છે. જે પૈકી ૨૦૨૪ ની સાલમાં જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઇંગ્લિશ દારૂ અંગેનો એક ગુનો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુનામાં પોતે ફરારી હતો.
 જે આરોપી જામનગર નજીક હાપા વિસ્તારમાં આવ્યો છે, તેવી બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ હાપા રેલ્વે સ્ટેશન રોડ પર વોચ ગોઠવી આરોપી પાર્થ ઉર્ફે જાબલી કટિયારાને ઝડપી લીધો છે, અને જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
ઉપરોક્ત નામચીન અપરાધી સામે જામનગર શહેરના જુદા જુદા પોલીસ મથકમાં ઉપરાંત પંચકોશી એ. અને બી. ડિવિઝન પોલીસ સ્ટેશન, ધ્રોલ પોલીસ સ્ટેશન, ભાણવડ અને અમદાવાદ સહિતના જુદા-જુદા પોલીસ મથકમાં અત્યાર સુધીમાં ૨૬ જેટલા કેસ નોંધવામાં આવ્યા છે.
 ઉપરાંત અવારનવારની દારૂની ગેર પ્રવૃતિના સંદર્ભમાં તેનો ગુનાહિત ઈતિહાસ જોઈને આવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવવા બદલ વર્ષ ૨૦૨૨ તેમજ વર્ષ ૨૦૨૩ માં તેની સામે પાસા અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી, અને તેની પાસા હેઠળ અટકાયત કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ બંને વખત જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી  દારૂની પ્રવૃત્તિસાથે જ સંકળાયેલો રહ્યો છે. જે અંગેના ગુનામાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *