Ranveer Singh નહીં પણ આર માધવન અજિત દોભાલનો રોલ કરશે

Share:

શનિવારે જિઓ સ્ટુડિઓઝ દ્વારા આદિત્ય ધરની આવનારી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે

Mumbai, તા.૨

શનિવારે જિઓ સ્ટુડિઓઝ દ્વારા આદિત્ય ધરની આવનારી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ વિવિધ ભૂમિકામાં જોવા મળશે. તેમની એક બ્લૅક ઍન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને ફિલ્મનું નામ લખ્યા વિના આ ફિલ્મ અંગે એક જાહેરાત કરવામાં આવી હતી. જે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની હતી. આ ફિલ્મનું શૂટિંગ ૨૫ જુલાઈથી શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મ વિશેના કેટલાંક અહેવાલો અનુસાર, આ ફિલ્મ એક પિરીઅડ એક્શન થ્રિલર છે, જે ભારત પાકિસ્તાનના ભૌગોલિક અને રાજકીય મુદ્દાઓ પર આધારિત છે. ત્યારથી એવી ધારણાઓ બાંધવામાં આવી રહી હતી કે રણવીર આ ફિલ્મમાં દેશના હાલનાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજીત દોભાલના યુવાનીના દિવસોનો રોલ કરશે. હવે કેટલાંક એવા અહેવાલો આવી રહ્યા છે કે ફિલ્મમાં અજીત દોભાલની વાત નથી તેમજ આ રણવીર આ પાત્ર ભજવવાનો નથી. એક સૂત્રના જણાવ્યા અનુસાર,“આર માધવન આ પ્રકારનો રોલ કરવાનો છે. તેનો આ ફિલ્મમાં એક કૂલ અને અલગ પ્રકારનો લૂક હશે, જેના માટે તે ઘણો એક્સાઇટેડ છે. હંમેશાની જેમ આ ફિલ્મ માટે પણ તે મન અને આત્માથી કામ કરી રહ્યો છે. મેકર્સને પણ વિશ્વાસ છે કે આ ફિલ્મ લોકો માટે રસપ્રદ બનશે.” હજુ એવી કોઈ માહિતી મળી નથી કે, એ પાત્રનું નામ અજિત દોભાલ જ હશે કે માત્ર તેમનાથી પ્રેરિત હશે? આ ઉપરાંત રણવીર સિંહના પાત્ર અંગે પણ કોઈ  જાણકારી મળી નથી. રસપ્રદ વાત એ છે કે, આદિત્ય ધર બીજી વખત પોતાની ફિલ્મમાં અજિત દોભાલને બતાવશે, ‘ઉરીઃ ધસર્જિકલ સ્ટ્રાઇક’માં પણ પરેશ રાવલનું પાત્ર ગોવિંદ ભારદ્વાજ અજિત દોભાલ પર આધારિત હતું. આ ઉપરાંત ફિલ્મના મેકર્સના જણાવ્યા અનુસાર આ ફિલ્મનું નામ ‘ધુરંધર’ નથી, હજુ તેનું નામ નક્કી કરવાનું બાકી છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *