સમાધાન ન થતાં Singham Again and Bholabhulaya Three’ ની ટક્કર નક્કી

Share:

અજય દેવગણ ફિલ્મ પાછી ઠેલવા માન્યો નહીં

દિવાળીએ બંને ફિલ્મો સાથે રીલિઝ થતાં એકબીજાના બિઝનેસને નુકસાન કરે તેવો સંદેહ

Mumbai,તા,13

આગામી દિવાળીએ અજય દેવગણ સહિતના કલાકારોની ‘સિંઘમ અગેઈન’ તથા કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’ની ટક્કર થશે એ નક્કી થઈ ગયું છે. ‘ભૂલભૂલૈયા થ્રી’ના સર્જકોએ રીલિઝ ડેટમાં ફેરફાર માટે સમજૂતીના પ્રયાસો કર્યા હતા પરંતુ અજય દેવગણે સાફ ઈનાકર કરી દેતાં હવે મુકાબલો નક્કી બન્યો છે.

રસપ્રદ વાત એ છે કે ‘સિંઘમ’ અને ‘ભૂલભૂલૈયા’ આ બંને હિટ ફ્રેન્ચાઈઝીઓની આ ત્રીજી ફિલ્મ છે અને બંનેના કેસમાં પાછલા બંને ભાગ સુપરહિટ પુરવાર થયા છે. આથી, ત્રીજા ભાગ માટે બંનેના સર્જકો તથા કલાકારોને મોટી આશા છે.

‘ભૂલભૂલૈયા થ્રી’ના નિર્માતા ભૂષણકુમારે અજય દેવગણ તથા રોહિત શેટ્ટી સાથે એક મીટિંગ ગોઠવી હતી. તેમાં રીલિઝ ડેટમાં  ફેરફારની શક્યતા તપાસી જોવા જણાવાયું હતું. ભૂષણ કુમારે કહ્યું હતું કે આ બંને ફિલ્મો હિટ થઈ શકે તેમ છે પરંતુ એક જ દિવસે બંને હિટ થશે તો એકબીજાના બિઝનેસને અસર કરશે.

જોકે, અજય દેવગણે એમ કહીને ઈનકાર કરી દીધો હતો કે અમારી ફિલ્મ અગાઉ ૧૫મી ઓગસ્ટના રીલિઝ થવાની હતી. તે પાછી ઠેલીને અમે પહેલી નવેમ્બર નક્કી કરી છે. હવે બીજીવાર અમે રીલિઝ ડેટ નહીં બદલીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *