નિફટી ફ્યુચર ૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૩.૨૦૨૫ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૧૬૯ સામે ૭૪૬૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૪૪૮૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૩૧ પોઈન્ટના ઉછાળા સાથે ૭૫૩૦૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૮૪ સામે ૨૨૭૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૬૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૧ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૮૯૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

અમેરિકાના રિટેલ સેલ્સના સકારાત્મક આંકડાઓ અને ફેડ રિઝર્વ પોતાની માર્ચ બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખે તેવી શક્યતાઓ વચ્ચે ચીનમાં પણ રિટેલ વેચાણ વધતા પરિણામે વૈશ્વિક સ્તરે ઈકોનોમી પોઝિટિવ રહેવાના સંકેતે વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે આજે સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સકારાત્મક પરિબળો અને ટેક્નિકલી મોટા કરેક્શન બાદ એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈ સતત ખરીદીએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેકસ અંદાજીત ૧૩ દિવસ બાદ ફરી ૭૫૦૦૦ પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચર ૨૨૮૦૦ પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, કેનેડા અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરના પગલે કેનેડા હવે બ્રિટન તથા ફ્રાંસની નજીક આવી રહ્યાના સંકેતોએ આજે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અમેરિકા દ્વારા હાઉથી પર હુમલો કર્યાના અહેવાલે રેડસી વિસ્તારમાં તંગદીલી વધતાં ક્રૂડઓઈલના ભાવોમાં પણ નીચા મથાળેથી ઉછાળો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૭૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૨૧ અને વધનારની સંખ્યા ૨૮૧૫ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો ૭.૧૧%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૩.૨૫%, મહિન્દ્રા & મહિન્દ્રા ૩.૦૭%, ટાટા મોટર્સ ૨.૮૬%, લાર્સેન લિ. ૨.૭૭%, સન ફાર્મા ૨.૪૯%, એશિયન પેઈન્ટ ૨.૪૨%, ટાઈટન કંપની ૨.૨૩% અને કોટક બેન્ક ૨.૧૦% વધ્યા હતા, જયારે બજાજ ફિનસર્વ ૧.૪૩%, ભારતી એરટેલ ૦.૬૯%, ટેક મહિન્દ્ર ૦.૫૯% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૧૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં મોટું કરેકશન જોવા મળ્યું છે. અમેરિકામાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ટેરિફ વોર ઉપરાંત વેપાર ખોરવાઈ જવાની ધારણાં અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ધીમો પડવાના સંકેતે વર્તમાન નાણાં વર્ષના ઓકટોબર મહિનાથી ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી ચાલુ રહેતા ભારતીય ઈક્વિટી બજારમાંથી એફઆઈઆઈના આઉટફલોની દ્રષ્ટિએ વર્તમાન નાણાં વર્ષ એકદમ જ ખરાબ પૂરવાર થયું છે.

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ અગિયાર મહિનામાં ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની કેશમાં અત્યારસુધીમાં રૂ.૪.૨૩ લાખ કરોડથી વધુની નેટ વેચવાલી રહી છે. બેન્ચમાર્ક સેન્સેકસમાં અંદાજીત ૭.૩૦% અને નિફટીમાં અંદાજીત ૮.૩૦%નો ઘટાડો થયો હતો. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડ ઊંચા રહેવાના કારણે પણ એફઆઈઆઈની વેચવાલી જળવાઈ રહી છે, ત્યારે ટેરિફ વોરના કરને હજુ અનિશ્ચિત કાયમ છે ત્યારે આગામી દિવસોમાં એફઆઈઆઈ કેવો રોકાણ વ્યુહ અપનાવે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૯.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૧૮.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૮૯૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૮૩૮ પોઈન્ટ થી ૨૨૭૭૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૯૪૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૪૯૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૪૦૪ પોઈન્ટ થી ૪૯૨૭૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

  • ભારતી એરટેલ ( ૧૬૩૭ ) :- એરટેલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૦૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૮૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૫૩ થી રૂ.૧૬૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • એચસીએલ ટેક્નોલોજી ( ૧૫૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • સિપ્લા લિ. ( ૧૫૦૯ ) :- રૂ.૧૪૮૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૭૦ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૨૩ થી રૂ.૧૫૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • ટેક મહિન્દ્ર ( ૧૪૩૮ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૫૩ થી રૂ.૧૪૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહાનગર ગેસ ( ૧૩૩૧ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૨૯૦ સ્ટોપલોસ આસપાસ LPG/CNG/PNG/LNG સપ્લાયર સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૮૮ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૧૭ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૩૧૨ ) :- રૂ.૧૩૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૭ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૧૬૦ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૯ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૩૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • એક્સિસ બેન્ક ( ૧૦૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૮ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૧૮ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૦૩ થી રૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *