Nifty futures ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૩.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૦૨૯ સામે ૭૪૩૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૩૭૭૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૮૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૫૩૦ સામે ૨૨૫૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૬ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૪૪૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

ઈલોન મસ્કની સ્ટારલિન્ક સેટેલાઈટ ઈન્ટરનેટ ક્ષેત્રે ભારતી એરટેલ સાથે સહયોગ સાધવા સફળ રહ્યા બાદ હવે રિલાયન્સ જિયો સાથે પણ કોલોબ્રેશનની તૈયારીના અહેવાલ વચ્ચે ભારત પર ટેરિફમાં ધરખમ ઘટાડો કરવાના અમેરિકાના દબાણ સાથે અમેરિકી શેરબજાર મોટાપાયે થયેલા ધોવાણ અને આઈટી ક્ષેત્રે વૈશ્વિક પડકારોને લઈ આઉટલૂક ડાઉનગ્રેડ થવા લાગતાં આજે ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

અમેરિકામાં ફુગાવાનો આંક ઘટીને આવતાં અને ટ્રમ્પ એક તરફ વિશ્વને વેપાર યુદ્વમાં ઝઝુંમતું રાખીને કેનેડાથી થતી મેટલની આયાત પર બમણી ૫૦% ટેરિફ લાદીને આક્રમકતા બતાવ્યા સામે બીજી તરફ યુક્રેન મામલે યુદ્વ વિરામ કરાવવા ઝેલેન્સ્કીને મનાવી લેવામાં સફળ થયા હોઈ જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ સંકેત છતાં અનિશ્ચિતતાના દોર વચ્ચે આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પગલાંઓના કારણે આર્થિક મંદી અને ટ્રેડ વોરની ભીતિ અને ફેડ દ્વારા આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાના પગલે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૫૭ અને વધનારની સંખ્યા ૧૫૧૮ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૬૭%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૬૨%, એનટીપીસી લી. ૦.૪૮%, સન ફાર્મા ૦.૪૫%, ટાટા સ્ટીલ ૦.૩૭%, ટીસીએસ લી. ૦.૨૫%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૧૯% અને કોટક બેન્ક ૦.૧૩% વધ્યા હતા, જયારે ઝોમેટો લી. ૧.૯૭%, ટાટા મોટર્સ ૧.૯૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૮૪%, એશિયન પેઈન્ટ ૦.૯૮%, બજાજ ફાઈનાન્સ ૦.૯૪%, મારુતિ સુઝુકી ૦.૯૩%, અદાણી પોર્ટ ૦.૮૮%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૭૮% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૩% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા ૬.૩%ના દરે વધવાનો અંદાજ છે. સરકારી મૂડી ખર્ચમાં વધારો, કરવેરા અને વ્યાજદરમાં ઘટાડાથી વપરાશમાં વધારો થશે, પરિણામે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે. બેન્કિંગ સેક્ટર માટે સ્થિર દૃષ્ટિકોણનો અંદાજ આપતાં મૂડીઝે જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં ભારતીય બેન્કોનું સંચાલન સાનુકૂળ રહેશે, હાલના વર્ષોમાં નોંધાયેલા નોંધપાત્ર સુધારાઓના કારણે એસેટ ક્વોલિટીમાં નજીવો ઘટાડો જોવા મળશે.

૨૦૨૪ના મધ્યમાં એક અસ્થાયી ઘટાડા બાદ ભારતનો આર્થિક ગ્રોથ ફરી ઝડપથી વધવાનો અંદાજ છે. ભારત આ ગ્રોથ સાથે વૈશ્વિક સ્તર પર ઝડપથી વિકસતુ અર્થતંત્ર બનશે. નાણા મંત્રાલયની આર્થિક સમીક્ષામાં, આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથ ૬.૩-૬.૮% રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સત્તાવાર અનુમાન મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬.૫% રહેશે. દેશનો રિઅલ જીડીપી ગ્રોથ જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૪ ત્રિમાસિકમાં ઘટી ૫.૬% થયો હતો, જે આગામી ત્રિમાસિકમાં વધીને ૬.૨% થયો હતો. મૂડીઝને અપેક્ષા છે કે ભારતનો સરેરાશ ફુગાવો ગયા વર્ષના ૪.૮%થી ઘટીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૪.૫% થશે.

તા.૧૭.૦૩.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૧૩.૦૩.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૪૪૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૨૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૨૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૩૭૩ પોઈન્ટ થી ૨૨૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૩.૦૩.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૮૧૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૮૪૭૪ પોઈન્ટ પ્રથમ અને ૪૮૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૮૦૦૮ પોઈન્ટ થી ૪૭૯૩૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૮૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

  • સન ફાર્મા ( ૧૬૮૩ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૩૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૯૬ થી રૂ.૧૭૦૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૧૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૪૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૨૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૭૪ થી રૂ.૧૪૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • એસબીઆઈ લાઈફ ( ૧૩૯૧ ) :- રૂ.૧૩૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૩૪૪ બીજા સપોર્ટથી લાઈફ ઈન્સ્યુરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • અદાણી પોર્ટ્સ ( ૧૧૨૨ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ઈન્ડસઈન્ડ બેન્ક ( ૬૭૨ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪૦ સ્ટોપલોસ આસપાસ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૮૮ થી રૂ.૬૯૬ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિ. ( ૧૪૬૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૯૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૨૪ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
  • વોલ્ટાસ લિ. ( ૧૩૯૪ ) :- રૂ.૧૪૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૩૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • ડૉ. રેડ્ડી`ઝ લેબોરેટરી ( ૧૧૦૫ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૭૩ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૧૦૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૬૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૦૩૨ ) :- રૂ.૧૦૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૦૧૪ થી રૂ.૧૦૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *