Nifty futures ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

Share:

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૨.૨૦૨૫ ના રોજ

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૮૫૮૩ સામે ૭૮૭૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૨૧૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૨૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૭૮૫ સામે ૨૩૮૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૭૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૭૭૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વને ટેરિફ વોરની આક્રમક ચીમકી આપીને તાજેતરમાં કેનેડા અને મેક્સિકો પર ૨૫% અને ચાઈના પર ૧૦% એડીશનલ ટેરિફ લાદ્યા બાદ વાટાઘાટ થકી કેનેડા અને મેક્સિકો પર હાલ તુરત એક મહિના માટે ટેરિફ અમલને બ્રેક લગાવતાં અને બીજી તરફ ચાઈના પર ૧૦% ટેરિફમાં કોઈ ફેરફાર નહીં કરતાં સામે ચાઈનાએ અમેરિકાની ચીજોની આયાત પર ટેરિફ લાદતા અને ગુગલ મામલે તપાસના આદેશ છોડતાં એડવાન્ટેજ ઈન્ડિયા બન્યું હોય એમ ગઈકાલે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, જો કે આજે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, મેક્સિકો તથા કેનેડા સામે ટેરીફનો અમલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા એક મહિનો પાછો ઠેલવાતા ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડના વિવિધ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક દ્વારા એપ્રિલ મહિનાથી ઉત્પાદન કાપમાં કપાત કરી ઉત્પાદન વધારવામાં અહેવાલે ક્રૂડતેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, એફએમસીજી, કન્ઝ્યુમર ડયુરેબલ, કન્ઝ્યુમર ડિસ્ક્રીશનરી, ઓટો અને બેંકેકસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૧૭ અને વધનારની સંખ્યા ૨૫૪૮ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈટીસી હોટેલ્સ ૨.૭૦%, અદાણી પોર્ટ ૧.૬૦%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૨૦.%, ટાટા મોટર્સ ૦.૯૧%, એચડીએફસી બેન્ક ૦.૮૯%, ટાટા સ્ટીલ ૦.૭૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૫૨%, બજાજ ફાઈનાન્સ ૦.૩૫%, એનટીપીસી લી. ૦.૧૩% અને ટેક મહિન્દ્ર ૦.૦૮% વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ ૩.૩૮%, ટાઈટન કંપની ૩.૦૨%, નેસ્લે ઇન્ડિયા ૨.૨૩%, હિન્દુસ્તાન યૂનિલિવર ૨.૦૩%, લાર્સેન લી. ૧.૭૨%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૬૮%, આઈટીસી લી. ૧.૫૯%, ઝોમેટો લિ. ૧.૩૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૧૯% અને બજાજ ફિનસર્વ ૦.૯૮% ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલી જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદીને પગલે બન્ને વચ્ચે દેશના ઈક્વિટી હોલ્ડિંગનો તફાવત સતત ઘટી રહ્યો છે અને ડીઆઈઆઈ પાસે ઈક્વિટીસનું હોલ્ડિંગ એફઆઈઆઈના હોલ્ડિંગને પાર કરી જવાની તૈયારીમાં છે. ડિસેમ્બર ત્રિમાસિકના અંતે એફઆઈઆઈ તથા ડીઆઈઆઈ વચ્ચે ઈક્વિટીસ હોલ્ડિંગનું અંતર અત્યારસુધીની નીચી સપાટીએ જોવા મળ્યું હતું. એનએસઈમાં લિસ્ટેડ શેરોમાં વિદેશી રોકાણકારોનું હોલ્ડિંગ ડિસેમ્બર ત્રિમાસિકમાં ઘટી ૧૭.૨૩% સાથે ૧૨ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું જ્યારે ડીઆઈઆઈ પાસે હોલ્ડિંગ વધી ૧૬.૯૦% પહોંચી ગયું હતું. આમ બન્નેના હોલ્ડિંગ વચ્ચે માત્ર ૦.૩૩% તફાવત રહ્યો હતો જે ૨૦૧૫ના માર્ચ ત્રિમાસિકમાં ૧૦.૩૦% જેટલુ ઊંચુ હતું.

ડિસેમ્બર ત્રિમાસિકમાં એફઆઈઆઈએ ભારતની સેકન્ડરી બજારમાં રૂ.૧.૫૬ લાખ કરોડના શેર વેચ્યા હતા જ્યારે પ્રાઈમરી માર્કેટમાં રૂ.૫૫૫૮૦ કરોડની ઈક્વિટીસ ખરીદ કરી હતી. જ્યારે મ્યુચ્યુઅલ ફન્ડસ તથા અન્ય નાણાં સંસ્થાઓ સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧.૮૬ લાખ કરોડની લેવાલી રહી હતી. બીજી બાજુ પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટી ૪૧.૦૮% રહ્યું હતું. ઊંચા મૂલ્યાંકને હિસ્સાના વેચાણને કારણે પ્રમોટરના હોલ્ડિંગમાં ઘટાડો થયો છે. રિટેલ રોકાણકારોનું હોલ્ડિંગ વધી ૭.૬૯% સાથે વિક્રમી સ્તરે નોંધવામાં આવ્યું છે. ત્યારે અગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની યોજનારી મોનેટરી પોલિસી તેમજ ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે તેના પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૬.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે

  • તા.૦૫.૦૨.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૭૭૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૩૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૦૮ પોઈન્ટ થી ૨૩૯૩૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
  • તા.૦૫.૦૨.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૫૩૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૫૦૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૩૭૩ પોઈન્ટ થી ૫૦૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

  • હિન્દુસ્તાન યૂનિલિવર ( ૨૪૦૩ ) :- એફએમસીજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૩૩૪ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૩૪ થી રૂ.૨૪૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૪૩૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • નેસલે ઈન્ડિયા ( ૨૨૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૨૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૧૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૨૨૫૭ થી રૂ.૨૨૭૩ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
  • એચડીએફસી બેન્ક ( ૧૭૪૦ ) :- રૂ.૧૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૧૭૦૭ બીજા સપોર્ટથી પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૬૩ થી રૂ.૧૭૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
  • ભારતી એરટેલ ( ૧૬૬૭ ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૮૮ થી રૂ.૧૭૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૧૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિ. ( ૧૪૦૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૭૦ સ્ટોપલોસ આસપાસ હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૩૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૩૭૩ આસપાસ વેચવાલી થકી રૂ.૨૨૭૪ થી રૂ.૨૨૬૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
  • એસીસી લિ. ( ૨૦૫૪ ) :- રૂ.૨૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૦૮૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૨૦૨૭ થી રૂ.૨૦૧૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૧૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • ઈન્ફોસિસ લિ. ( ૧૯૦૭ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૯૫૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૮૮૬ થી રૂ.૧૮૭૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • સન ફાર્મા ( ૧૭૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૦૭ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારત ફોર્જ ( ૧૧૬૧ ) :- રૂ.૧૧૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૯૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૨૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

Nifty futures ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

E paper Dt 06-02-2025

Leave a comment

Your email address will not be published. Required fields are marked *