રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૦.૦૮.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૪૨૪સામે૮૦૭૨૨ પોઈન્ટના મથાળેથી ખુલીને૮૦૫૧૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ૪૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૮ પોઈન્ટના ઉછાળા સાથે૮૦૮૦૨પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૫૯૫સામે૨૪૬૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૧૧૧ પોઈન્ટના ઉછાળા સાથે૨૪૭૦૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક બજારમાં મિશ્ર ટ્રેન્ડ સાથે ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ બે-તરફી વધઘટના અંતે સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે સપ્તાહના બીજા દિવસે ભારતીયશેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.સોમવારે રક્ષાબંધન નિમિત્તે રજાના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ રહ્યા બાદ મંગળવારના રોજ આકર્ષક ઉછાળા સાથે આગેકૂચ કરી હતી. ફંડો,ખેલંદાઓ,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ મીડ કેપ, સ્મોલ કેપ શેરોમાં તેજી કરી હતી. આ સાથે અમેરિકી અર્થતંત્રમાં મંદીનું જોખમ હાલ તુરત હળવું થયાના અહેવાલે લાર્જકેપ શેરોમાં તેજીસાથે રોકડાના અન્ય શેરોમાં પણ લેવાલી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૮% અને સ્મોલકેપઈન્ડેક્સ૦.૫૨%વધીનેબંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રએફએમસીજી અનેકેપિટલ ગુડ્સશેરોમાં વેચવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૩૬સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૧અને વધનારની સંખ્યા૨૩૭૧રહી હતી, ૧૦૪શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે ૩શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ ૩.૨૫%,ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૨૯%, ટેક મહિન્દ્ર ૨.૧૨%બજાજ ફાઈનાન્સ ૧.૫૭%, કોટક બેન્ક ૧.૪૨%, એક્સિસ બેન્ક ૧.૧૨%,સન ફાર્મા ૧.૦૩%,એનટીપીસી ૦.૮૪%, નેસ્લે ૦.૮૨% અને એશિયન પેઈન્ટ્સ ૦.૮૨% વધ્યા હતા, જ્યારે ભારતી એરટેલ ૧.૩૭%, આઈટીસી ૦.૪૬%, અદાણી પોર્ટ્સ ૦.૨૭%,જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૨૧%,અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૧૬% અને ટાટા મોટર્સ ૦.૧૦% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ,નિફટીમાં ઉછાળાસાથેમીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન૨.૩૮ લાખ કરોડ વધીને૪૫૬.૭૭ લાખ કરોડરહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૪ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી.સ્ટ્રટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૨૧% ઘટ્યો હતો, જ્યારે બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૫૦% વધ્યો હતો.
બજારની ભાવિ દિશા….મિત્રો, ચાલુ નાણાંકીય વર્ષના સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં મર્ચેન્ડાઈઝ નિકાસમાં જે પણ વધારો થયો છે તે સતત મજબૂત આર્થિક પ્રવૃત્તિઓને કારણે થશે. જો કે, કેટલાક જોખમોથી પ્રભાવિત થઈ શકે છે.ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં નોંધાયેલા ૫.૮% વૃદ્ધિની સરખામણીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ભારતની મર્ચેન્ડાઈઝ નિકાસમાં વૃદ્ધિ ઘટીને ૪% થઈ શકે છે તેમ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયાએજણાવ્યું હતું.વિકસિત અર્થતંત્રોની અનિશ્ચિત સ્થિતિ,ભૌગોલિક રાજકીય આંચકા,પશ્ચિમ એશિયાની કટોકટી અને અન્ય પરિબળોની વચ્ચે ભૌગોલિક- આર્થિક વિભાજનનો સમાવેશ થાય છે.
આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નિકાસ ઝડપી ગતિએ વધી હતી.એપ્રિલ-જૂન દરમિયાન, ભારતનું વિદેશી શિપમેન્ટ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૫.૮% વધીને ૧૦૯.૯ બિલિયન ડોલર થયું હતું. જુલાઈ- સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન નોન-ઓઈલ નિકાસ વાર્ષિક ધોરણે ૬.૨૬% વધીને ૮૯.૮ બિલિયન ડોલર થવાની શક્યતા છે.કુલ મર્ચેન્ડાઇઝ નિકાસ અને નોન-ઓઇલ નિકાસમાં હકારાત્મક વદ્ધિ દર છેલ્લા ત્રણ ક્વાર્ટરથી ચાલુ છે અને તે ચાલુ રહેવાની શક્યતા છે.
તા.૨૧.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૨૦.૦૮.૨૦૨૪ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૪૭૦૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૪૬૦૬ પોઈન્ટનાપ્રથમઅને૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૪૭ પોઈન્ટથી૨૪૮૦૮ પોઈન્ટ, ૨૪૮૮૦ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૪૭૪ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૦.૦૮.૨૦૨૪ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૫૦૮૬૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૧૦૮૮ પોઈન્ટપ્રથમઅને૫૧૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૫૦૭૭૦ પોઈન્ટથી૫૦૬૦૬ પોઈન્ટ, ૫૦૪૭૪ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૨૦૨ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- હેવેલ્સ ઈન્ડિયા( ૧૮૯૨) :-કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૮૬૦આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૮૪૪નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૦૯થી રૂ.૧૯૧૯નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૯૩૦ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઈન્ફોસિસ લિ. ( ૧૮૭૨) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૪૪આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૮૨૮ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૮૮થીરૂ.૧૯૦૦ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઓબેરોય રિયલ્ટી( ૧૭૬૩) :-રૂ.૧૭૩૭નોપ્રથમ તેમજ રૂ.૧૭૧૭બીજા સપોર્ટથીરેસિડેન્શિયલ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૭૮૭થી રૂ.૧૮૦૦સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- બાટા ઈન્ડિયા ( ૧૪૧૯):-ફૂટવેરસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૪૪થીરૂ.૧૪૫૦ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૯૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જિંદાલ સ્ટીલ (૯૪૭) :- રૂ.૦૧ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૨૩સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયકઆયર્ન એન્ડ સ્ટીલસેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૬૯થીરૂ.૯૮૦આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- બજાજ ફિનસર્વ ( ૧૬૦૬) :-ટેકનીકલ ચાર્ટ મુજબહોલ્ડિંગ કંપનીસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૮૮આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૮૦થીરૂ.૧૫૬૪ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૦૦નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- વોલ્ટાસ લિ.( ૧૬૫૬ ) :-રૂ.૧૬૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૬૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૩૦ થીરૂ.૧૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારત ફોર્જ( ૧૫૮૧ ) :-ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૬૦૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૫૬૩ થીરૂ.૧૫૫૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
- ઈપ્કા લેબોરેટરી ( ૧૩૮૩ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબફાર્માસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૬૦ થીરૂ.૧૩૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૪ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મેક્સ ફાઈનાન્સિયલ ( ૧૦૨૨ ):- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૦૫૫ નાસ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૦૦૩ થીરૂ.૯૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Past Performance is not an Indicator of Future Returns.The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.