New Delhi,તા.1
નવા કેલેન્ડર વર્ષની શરૂઆત સાથે જ લોકોને પ્રથમ રાહત મળી હોય તેમ કોમર્સીયલ રાંધણગેસ સીલીન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી પેટ્રોલીયમ કંપનીઓએ 19 કિલોના ગેસ સીલીન્ડરનાં ભાવમાં રૂા.14.50 નો ઘટાડો જાહેર કર્યો છે.
દેશમાં ખાસ કરીને ઉતર ભારતનાં રાજયોમાં શિયાળો બરાબર જામ્યો છે અને ઈંઇણનો વપરાશ વધી ગયો છે તેવા સમયે સરકારી પેટ્રોલીયમ કંપનીઓએ કોમર્સીયલ ગેસ સીલીન્ડરમાં ભાવ ઘટાડો કર્યો છે.
આજે નવા કેલેન્ડર વર્ષનાં પ્રારંભે જ આ ભાવ ઘટાડો લાગુ થયો છે.19 કિલોનાં એલપીજી સીલીન્ડરમાં 14.50 રૂપિયાનો ઘટાડો જાહેર કરાયો છે. 14 કિલોના સબસીડીયુકત સીલીન્ડરના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
નવા વર્ષે જ ભાવ ઘટાડા સાથે પાટનગર દિલ્હીમાં કોમર્સીયલ સીલીન્ડરનો ભાવ હવે રૂા.1814 થયો છે. આ પૂર્વે ગત ડીસેમ્બરમાં ભાવમાં રૂા.16.50 તથા નવેમ્બરમાં રૂા.62 નો વધારો કરવામાં આવ્યો હતો.
છેલ્લા સળંગ પાંચ મહિના કિંમતમાં વધારો કરવામાં આવ્યા બાદ હવે 6ઠ્ઠા મહિને રાહત આપવામાં આવી છે. કોલકતામાં રાંધણગેસ સીલીન્ડરનો ભાવ રૂા.1911, મુંબઈમાં રૂા.1756 તથા ચેન્નાઈમાં 1966 થયો છે પટણામાં ભાવ 2057 છે.
સરકારી પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા દર મહિને રાંધણગેસની કિંમતમાં બદલાવ કરવામાં આવતો હોય છે. ગત ઓગસ્ટથી ડીસેમ્બર સુધી સળંગ પાંચ મહિના સુધી કિંમતમાં વધારો રહ્યો હતો. સબસીડીયુકત રાંધણેસ, સીલીન્ડરના ભાવમાં કોઈ બદવાલ ન થતા પાટનગર દિલ્હીમાં કિંમત રૂા.803 પર યથાવત છે.