Dhoom Four ની નવી અફવા, શાહરુખ સાથે અક્ષય કુમારનો મુકાબલો થશે

Share:

અભિષેક બચ્ચનનું પત્તું કટ થઈ ગયું

 શાહરુખ વિલન અને અક્ષય કુમાર પોલીસ અધિકારી, ઉદય ચોપરાની જગ્યાએ રાજકુમાર રાવની પસંદગી

Mumbai,તા.31

બોલીવૂડની સુપરહિટ ફ્રેન્ચાઈઝ ‘ધૂમ’ના ચોથા ભાગ અંગે સમયાંતરે તરેહ તરેહની અફવાઓ આવતી રહે છે. હવે લેટેસ્ટ ચર્ચા એવી છે કે આ ફિલ્મમાં શાહરુખ વિલનના રોલમાં હશે અને અક્ષય કુમાર પોલીસ અધિકારી તરીકે તેનો પીછો કરશે.

એક દાવા અનુસાર અભિષેક બચ્ચનના સ્થાને અક્ષય કુમાર ગોઠવાઈ ગયો છે. જ્યારે ઉદય ચોપરાવાળો રોલ રાજકુમાર રાવ કરવાનો છે. ફિલ્મમાં હિરોઈનો તરીકે નયનતારા અને કેટરિના કૈફને પણ કાસ્ટ કરી લેવાયાં હોવાનું કહેવાય છે.

જોકે, આ અફવાઓ અંગે શાહરુખ, અક્ષય કુમાર કે યશરાજ ફિલ્મ્સ દ્વારા પણ કોઈ પ્રત્યાઘાત અપાયા નથી .

‘ધૂમ’ સીરિઝના ચાહકો લાંબા સમયથી તેના ચોથા ભાગની રાહ જોઈ રહ્યા છે. ચાહકો પોતપોતાની રીતે ડ્રિમ કાસ્ટિંગ પણ ગોઠવતા હોય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *