Morbi,તા.11
રવાપર ઘુનડા રોડ પર રહેતા ૩૦ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી યુવાને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે
મૂળ નેપાળ હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર નક્ષત્ર હિલ્સ શક્તિ ટાઉનશીપમાં રહેતા સુર ઉર્ફે સુરેશ લાલબહાદુર પરિહાર (ઉ.વ.૩૦) નામના નેપાળી યુવાને પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે સીટી એ ડીવીઝન પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થ હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક નેપાળી યુવાનની આર્થિક સ્થિતિ ખરાબ હતી અને થોડા સમયથી ગુમસુમ રહેતો હતો અને આર્થિક સંકડામણથી કંટાળી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધાનું ખુલ્યું છે