Morbi,તા,15
ભાટિયા સોસાયટીમાં કલરકામ ચાલતું હોવાથી મકાનનું પાણી શેરીમાં જતા નજીકમાં રહેતા પાડોશીઓ બાખડી પડ્યા હતા જેમાં મહિલા સહિતના ચાર ઇસમોએ યુવાનને લાકડાના ધોકા અને સ્ટીલના પાઈપ વડે માર મારી ઈજા કરી તેમજ યુવાનના ભાઈ સાથે ઝપાઝપી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં જલારામ જીન પાછળ રહેતા આસિફરજા શાકીરહુશેન શેખ (ઉ.વ.૨૦) નામના યુવાને આરોપીઓ રહેમતબેન હબીબભાઈ ઝાફરાણી, મોશીન હબીબ ઝાફરાણી, ફિરોજ ઝાફરાણી અને અરબાઝ કાફી રહે બધા ભાટિયા સોસાયટી વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પોતાના મકાનનું કલરકામ ચાલતું હોવાથી મકાન પાણીની સાફ કરતા હતા અને મકાનનું પાણી શેરીમાં જતા આરોપી રહેમતબેન આવી પાણી અમારા મકાનની સામે શેરીમાં આવવું ન જોઈએ કહીને ગાળો બોલવા લાગ્યા હતા બાદમાં અન્ય આરોપીઓ લાકડાના ધોકા, સ્ટીલના પાઈપ સાથે આવી ફરિયાદી આસિફરજાને માર મારી ઈજા કરી ફરિયાદીના ભાઈ તહેશીલરજા આવતા તેની સાથે ઝપાઝપી કરી આરોપીઓએ યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે