NEET Row: તમામ વિદ્યાર્થીઓના પરિણામ વેબસાઈટ પર અપલોડ કરો, સુપ્રીમ કોર્ટે NTAને આપ્યો આદેશ

Share:

New Delhi, તા.18

સુપ્રીમ કોર્ટેમાં આજે (18 જુલાઈ) NEET-UG 2024ની પરીક્ષામાં પેપર લીક અને ગેરરિતિ આક્ષેપ કરતી અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે NTAને NEET-UGના તમામ વિદ્યાર્થીઓના કેન્દ્ર અને શહેર મુજબના પરિણામો ઓનલાઈન અપલોડ કરવા કહ્યું છે. આ ઉપરાંત કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો પણ ઇનકાર કરી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 22મી જુલાઈએ થશે.

કોર્ટે શનિવાર બપોર સુધીમાં ઓનલાઈન અપલોડ કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટે NTAને નિર્દેશ આપ્યો છે કે NEET-UGના તમામ વિદ્યાર્થીઓના પરિણામો શહેર અને કેન્દ્ર મુજબ શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઓનલાઇન અપલોડ કરવામાં આવે. કોર્ટે સોમવાર સુધી કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. એસજીએ કહ્યું હતું કે ‘કાઉન્સેલિંગમાં થોડો સમય લાગશે. તે 24 જુલાઈની આસપાસ શરૂ થશે. CJIએ કહ્યું, ‘અમે સોમવારે જ સુનાવણી કરીશું.’

વિદ્યાર્થીઓને સોમવાર સુધી રાહ જોવી પડશે

NEET-UG પરીક્ષા રદ થશે કે નહીં? આજે સુપ્રીમ કોર્ટમાં લાંબી ચર્ચા બાદ પણ 23 લાખ મેડિકલ વિદ્યાર્થીઓ આ સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છે. સુનાવણી દરમિયાન અરજદારોની ન્યૂનતમ સંખ્યા, IIT મદ્રાસનો રિપોર્ટ, પેપરમાં ક્યારે અને કેવી રીતે ગેરરિતિ થઈ, કેટલા સોલ્વર્સ પકડાયા, ફરીથી તપાસની માંગ અને પેપરમાં થયેલી ગેરરિતિઓની સંપૂર્ણ સમયરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે ઉમેદવારોએ સોમવારે યોજાનારી NEET વિવાદ પર સુનાવણીની રાહ જોવી પડશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *